1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી સોનમ કપૂરના ઘરે આવ્યું નાનું મહેમાનઃ સોનમ કપૂર-આનંદ આહુજા બન્યા દિકરાના માતા-પિતા
અભિનેત્રી સોનમ કપૂરના ઘરે આવ્યું  નાનું મહેમાનઃ સોનમ કપૂર-આનંદ આહુજા બન્યા દિકરાના માતા-પિતા

અભિનેત્રી સોનમ કપૂરના ઘરે આવ્યું નાનું મહેમાનઃ સોનમ કપૂર-આનંદ આહુજા બન્યા દિકરાના માતા-પિતા

0
Social Share
  • સોનમ કપૂર -આનંદ આહુજા બન્યા માતા પિતા
  • સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ
  • અનિલ કપૂર બન્યા નાનાજી

મુંબઈઃ- બોલિવૂડના યંગ અને એવરગ્રીન હિરો એવા અનિલ કપૂરની પુત્રી અને બોલિવૂડમાં ફએશન દિવા ગર્લ તરીકે જાણીતી  બનેલી અભિનેત્રી સોનમ કપૂરના ઘરે ખુશીના સમાચાર આવ્યા છે, જાણકારી પ્રમાણે અભિનેત્રીએ દિકરાને જન્મ આપ્યો છે સોનમ કપૂર અને આનંદ આહુજા એક દિકરાના માતા પિતા બની ચૂક્યા છે તેમના ઘરે નાના બાળકની કિલકારીઓ ગૂંજી ઉઠી છે.

અભિનેતા રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી હતી. નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા એ શેર કરી હતી તેનો સ્ક્રિન શોર્ટ છે

બોલિવૂડમાં આટલી ઉંમરે પણ યંગ અને ફીટ જોવા મળતા અભિનેતા અનીલ કપૂર હવે નાના બની ગયા છે.આનંદ આહુજાએ આજરોજ બપોરે આ માહિતી શેર કરી છે, અભિનેત્રી નીતુ કપૂરે તેના માતાપિતાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમાં લખ્યું હતું, “20.08.2022 ના રોજ, અમે અમારા સુંદર બાળકનું સ્વાગત કર્યું. આ સફરમાં અમને સાથ આપનાર તમામ ડોકટરો, નર્સો, મિત્રો અને પરિવારજનોનો આભાર,રંતુ આપણે જાણીએ છીએ કે હવે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાના છે, સોનમ અને આનંદ.

ઉલ્લેખનીય છે કે ફેશન દિવા ગર્લ સોનમ કપૂરે  2018માં મુંબઈમાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધૂમધામથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ  બાદ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતાં તેણે બેબી બમ્પ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જ્યારથી અભિનેત્રીની પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા છે ત્યારથી પિતા અનિલ કપૂર તેની કાળજી લેતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર થતા હતા સાથે ફેન્સ આતપરતાથી સોનમના ઘરે નાનું મહેમાન આવે તેની રાહ જઈ રહ્યા હતા,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code