1. Home
  2. Agency
  3. News
  4. દક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO
દક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO

0
Social Share
  • સમુદ્રની વચ્ચે રહસ્યમઈ વમળો: ઉકળતા પરપોટા અને પાણીના ગોટા જોઈ માછીમારોમાં ફફડાટ

દક્ષિણ ગુજરાત, 20 જાન્યુઆરી, 2026: Large area of ​​boiling water seen in the sea સમુદ્રની સપાટી પર અચાનક ઉકળતા પરપોટા, ગોળ ઘૂમતું પાણી અને મધદરિયે સર્જાયેલું એક વિરાટ કુંડાળું – ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે કંઈક આવું જ રહસ્યમય દૃશ્ય જોવા મળ્યું છે. આ જોઈને માછીમારોના હોશ ઊડી ગયા છે. વીડિયો સામે આવ્યો છે, પરંતુ તેનું કારણ હજુ પણ રહસ્ય બનેલું છે. ઊંડા સમુદ્રમાં તેઝ ગતિએ ફરતા પાણી અને ઉકળતા પરપોટાએ સૌને દહેશતમાં મૂકી દીધા છે. આ ઘટના 11 જાન્યુઆરીની હોવાનું કહેવાય છે જ્યારે વસઈના પાચૂબંદરની એક માછીમારી નૌકા આ જોખમી પ્રવાહની લપેટમાં આવી ગઈ હતી.

નૌકા વમળમાં ફસાઈ

મીડિયા અહેવાલ મુજબ, કૃષ્ણા મોરલીખાંડ્યાની બોટ ‘ઓમ નમઃ શિવાય’ કિનારાથી લગભગ 66 Nautical Miles દૂર માછીમારી કરવા ગઈ હતી. અચાનક માછીમારોએ જોયું કે પાણી એક મોટા ઘેરાવમાં ઝડપથી ફરી રહ્યું છે અને અંદરથી ઉકળતા પાણી જેવો પરપોટા ઊઠી રહ્યા છે. અહીં નૌકા થોડીવાર માટે આ વમળમાં ફસાઈ ગઈ હતી, પરંતુ માછીમારોએ એન્જિનની ઝડપ વધારી અને ગમે તે રીતે તે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી આવ્યા. વીડિયોમાં પાણીની અંદરથી ઉઠતા પરપોટા અને તેજ હલચલ સ્પષ્ટ જોઈ શકાય છે.

જુઓ વીડિયો…

એક અઠવાડિયા પછી પણ રહસ્ય અકબંધ

વીડિયો સામે આવ્યાના એક અઠવાડિયા પછી પણ કોઈ સરકારી એજન્સી એ જણાવી શકી નથી કે સમુદ્રમાં આ અજીબ ઘટના કયા કારણે થઈ. સ્થાનિક માછીમારોમાં હજુ પણ ડર અને અનિશ્ચિતતાનો માહોલ છે.

ગેસ ગળતર કે ભૂગર્ભીય હલચલ?

પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમના જણાવ્યા અનુસાર આ ઘટના “અસામાન્ય” છે. પ્રાથમિક અનુમાન સૂચવે છે કે આનું કારણ સમુદ્રના પેટાળમાં ગેસનું ગળતર અથવા કોઈ પ્રકારની ભૂગર્ભીય (Geological) હલચલ હોઈ શકે છે. અથવા ONGCની પાઈપલાઈનમાં લિકેજની સમસ્યા હોઈ શકે છે. જોકે, આ બધું માત્ર અનુમાન છે. હાલમાં દરિયાઈ અધિકારીઓ સાથે સંકલન સાધીને તે વિસ્તારમાં જતી નૌકાઓ અને જહાજોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

નૌસેના, કોસ્ટ ગાર્ડ અને NIO ને જાણ કરવામાં આવી

મત્સ્ય વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દિનેશ પાટીલે જણાવ્યું હતું કે આ બાબતની જાણ ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી (NIO) ને કરી દેવામાં આવી છે. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના ભૂકંપ સાથે સંબંધિત નથી. NIO ના ઇન્ચાર્જ ચીફ સાયન્ટિસ્ટ ડો. સોનિયા સુકુમારને જણાવ્યું હતું કે આ ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા માટે જિયોફિઝિકલ (ભૂભૌતિક) અભ્યાસ કરવો અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ ભારતીય સૈન્ય દ્વારા ભુજમાં નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ તથા પરિવાર સાથે મિલન સમારંભ યોજાયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code