1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં ચાલુ વર્ષે 1102 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર
દેશમાં ચાલુ વર્ષે 1102 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

દેશમાં ચાલુ વર્ષે 1102 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

0
Social Share
  • ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં વધારો
  • સૌથી વધારે ડાંગરનું 411.52 લાખ હેકટરમાં વાવેતર

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેના પરિણામે ખરીફ પાકનું બમ્પર વાવેતર થવાની આશા વ્યક્ત થઈ રહી છે. દેશમાં લગભગ 1102 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ વધું છે. ગયા વર્ષે હાલની સ્થિતિએ 1099.23 લાખ હેકટરમાં વાવેતર થયું છે.

દેશમાં ચાલુ વર્ષે સૌથી વધારે ડાંગરનું 411.52 લાખ હેકટરમાં વાવેતર થયું છે. આવી જ રીતે 122.57 લાખ હેકટરમાં દાળનું, 186.07 લાખ હેકટરમાં શ્રી અન્ન અનાજનું, 192.91 લાખ હેકટરમાં વિવિધ તેલિબીયા, 59.91 લાખ હેકટરમાં શેરડી, 123.42 લાખ હેકટરમાં કપાસ, 6.59 લાખ હેકટરમાં જૂટ એન્ડ મેસ્ટાનું વાવેતર થયું છે. જ્યારે વર્ષ 2022ની વાત કરવામાં આવે તો, 400.72 લાખ હેકટરમાં ડાંગરનું, વિવિધ દાળનું 128.49 લાખ હેકટરમાં, 183.73 લાખ હેકટરમાં શ્રી અન્ન જનાજનું, 196.08 લાખ હેકટરમાં વિવિધ તેલિબીયા,  55.66 લાખ હેકટરમાં શેરડીનું, 6.98 લાખ હેક્ટરમાં જૂટ એન્ડ મેસ્ટા અને 127.27 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડાંગર અને શ્રી અન્ન અનાજનું વધારે વાવેતર થયું છે.

દેશમાં ખેડૂતોની આવક વધવાની સાથે ખેત ઉત્પાદનમાં વધારો થાય તે માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને સરળતાથી ખાતર સહિતની જરુરી વસ્તુઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં ખેડૂતોને દર વર્ષે કરોડોની આર્થિક સહાય કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code