1. Home
  2. ગુજરાતી
  3. અમીરાત એરલાઈન્સની જાહેરાત, ભારત સહીત આ 5 દેશોથી આવતા યુએઈના નાગરિકો એ નહી બતાવવું પડે રસીકરણ પ્રમાણપત્ર
અમીરાત એરલાઈન્સની જાહેરાત, ભારત સહીત આ 5 દેશોથી આવતા યુએઈના નાગરિકો એ નહી બતાવવું પડે રસીકરણ પ્રમાણપત્ર

અમીરાત એરલાઈન્સની જાહેરાત, ભારત સહીત આ 5 દેશોથી આવતા યુએઈના નાગરિકો એ નહી બતાવવું પડે રસીકરણ પ્રમાણપત્ર

0
Social Share
  • યૂએઈના નાગરીકોએ હવે રસીકરણ પ્રમાણ પ્તર બતાવું પડશે નહી
  • ભારત સહીત પાંચ દેશોથી આવતા નાગરીકોને છૂટ આપવામાં આવી

દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત એરલાઇન્સે વિતેલા દિવસને મંગળવારે એક જાહેરાત કરી હતી, જે અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે,  ભારત સહિત પાંચ દેશોમાંથી આવનારા યુએઈ ના નાગરિકોને હવે પોતાના દેશમાં દાખલ થવા માટે કોરોના વેક્સિનનું પ્રમાણપત્ર રજૂ કરાવવું પડશે નહી. ગલ્ફ મીડિયા રિપોર્ટ પ્રમાણે માન્ય યુએઈ નિવાસ વિઝા ધરાવતા તમામ પ્રવાસીઓને ભારત, નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન, શ્રીલંકા અને યુગાન્ડાથી દુબઇની યાત્રા  કરવાની મંજૂરી આપવામાં આવશે.

જો કે આ એરલાઇન્સ એ એમ પણ જણાવ્યું હતું કે દુબઇ વિઝા ધારકોએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ એકોમોડેશન અને ફોરેન અફેર્સ દ્વારા પ્રવેશ પહેલાં મંજૂરી માટે અરજી ફરજિયાત કરવી પડશે. આ ઉપરાંત, તેમની પાસે યાત્રાના 48 કલાક પહેલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ હોવો અનિવાર્ય છે, આ સાથએ જ પીસીઆર ટેસ્ટ રિપોર્ટ સ્વીકારવામાં આવશે જે પ્રમાણિત લેબમાંથી હશે છે અને તેના પર મૂળ રિપોર્ટની જેમ ક્યૂઆર કોડ હોવા જોઈએ .

મીડિયા રિપોર્ટ મુજબ યાત્રીઓ એ ફ્લાઇટના સમયના ચાર કલાક પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ઝડપી એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ સ્વીકારવામાં આવશે નહીં. આ સિવાય દુબઈ પહોંચતા મુસાફરોએ પીસીઆર ટેસ્ટ પણ કરાવવો પડશે.

આ સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુએઈના નાગરિકોને આ નિયમોમાંથી રાહત આપવામાં આવી છે પરંતુ તેમણે દુબઈ પહોંચ્યા બાદ કોરોના વાયરસનો પીસીઆર ટેસ્ટ રિપોર્ટ પણ રજૂ કરવો પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code