
રેલ્વે યાત્રીઓ માટે ખાસ- હવે તમે નહી ચૂકી જાવ તમારુ સ્ટેશન, રેલ્વે આપી રહી છે એલર્ટ ડેસ્ટિનેશન સુવિધા, જો કે સુવિધા માટે વસુલાશે ચાર્જ
- ટ્રેનના યાત્રીઓ માટે ખાસ સુવિધા વિકસાવામાં આવી
- હવે યાત્રીઓ એલર્ટ રહ્યા વિના આરામથી ઊંધ લઈ શકશે
- સ્ટેશન આવતા એલર્ટ રેલ્વે વિભાગ યાત્રીઓને કરશે
રેલ્વેમાં જ્યારે આપણે નાઈટ મુસાફરી કરી રહ્યા હોય ત્યારે ક્યારેક એટલી ઊંધમાં હોઈએ છીે કે ક્યાક આપણું સ્ટેશન આવી જાય ખબર રહેતી નથી, ઘણી વખત પ્લેટફોર્મ પર ઉતરવામાં ભાગદોડ થઈ જાય તો ઘણી વખત તો ઊંઘના કારણે સ્ટેશન જ ચૂકી જવાય છે.આવી સ્થિતિમાં ટ્રેનના યાત્રીઓ મુશ્કેલીમાં મૂકાય જાય છે.
જો કે તમારી આ સમસ્યાનું હવે હલ આવી ગયું છે રેલ્વે વિભાગે હવે ખાસ સુવિધા ઊભીલકરી છે જે મુજબ હવે આરામથી પ્રવાસીઓ ઊઁધી શકશે અને સ્ટેશન આવ્યાની ચિંતા વિના ઉંઘ લઈ શકશે. રેલવે પ્રવાસી માટે તંત્ર દ્વારા ‘ડેસ્ટીનેશન એલર્ટ’ની સુવિધા વિકસાવવામાં આવી છે
કારણ કે હવે રેલ્વે યાત્રીઓને રેલ્વે વિભાગ સમય પહેલા પોતાના સ્ટેશન આવવાનો એલર્ટ મેસેજ મોકલશે જેથી સુતા હોય તે યાત્રીઓને ખબર પડે કે સ્ટેશન આવવાનું છે
આ મેસેજ પેસેન્જરને 20 મીનીટ પહેલા મોકલવામાં આવેશે, જેને રેલ્વે વિઙાગે ‘ડેસ્ટીનેશન એલર્ટ’ સેમેજ ગણાવ્યો છે,.જેખઈ કોઈ પણ યાત્રી પોતાનું સ્ટેશન હવે ચૂકશે નહી,જો કે આ સુવિધા રેલ્વે તમને ફ્રીમાં નહી આપે આ માટે તમારે 3 રુપિયાનો ચાર્જ કપાવો પડશે ત્યારે તમને આ સુવિધા મળશે.
રેલ્વેમાં ખાસ સ્ટેશન ચૂકી જવાની ઘટનાઓ રાત્રીના ટાઈમમાં વધુ બનતી હોય છે કારણ કે રાત્રે ભર ઊઁઘ આવતી હોવાના કારણે આપણાને ખ્યાલ હોતો નથી કે આપણે ક્યા ઉતરવાનું છે અને જ્યારે જાગ્યે ત્યારે સ્ટેશન જતપુ રહ્યું હોય, જો કે હવે વેકઅપ એલાર્મની સુવિધા પણ શરૂ કરવામાં આવશે તેવી પણ માહિતી મળી છે.છે.પ્રવાસી 139 નંબર મારફત આ સુવિધા મેળવી શકે છે.
આ સેવા માટે યાત્રીઓ એ 139 નંબર ઉપર ફોન અથવા મેસેજ કરીને આ સુવિધા મેળવવાની રહેશે. પોતાની ભાષામાં પણ આ સુવિધા મેળવી શકાશે.ડેસ્ટીનેશન એલર્ટની પસંદગી માટે કુલ 9 નંબર પ્રેસ કરવાનાં રહેશે. તેના આધારે 10 નંબરનો ઈએનઆર નંબર પૂછવામાં આવશે અને તેના આધારે સમગ્ર પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા માટે મુસાફર પાસેથી ત્રણ રૂપિયાનો ચાર્જ લેવાશે