1. Home
  2. ગુજરાતી
  3. મહિલા દિવસ પહેલા ખાસ ભેંટ -મુંબઈમાં મહિલા કર્મીઓને સશક્ત બનાવવા બે મેટ્રો સ્ટેશનોને તમામ સ્તરે મહિલા કર્મચારીઓ સંચાલિત કરશે
મહિલા દિવસ પહેલા ખાસ ભેંટ -મુંબઈમાં મહિલા કર્મીઓને સશક્ત બનાવવા બે મેટ્રો સ્ટેશનોને તમામ સ્તરે મહિલા કર્મચારીઓ સંચાલિત કરશે

મહિલા દિવસ પહેલા ખાસ ભેંટ -મુંબઈમાં મહિલા કર્મીઓને સશક્ત બનાવવા બે મેટ્રો સ્ટેશનોને તમામ સ્તરે મહિલા કર્મચારીઓ સંચાલિત કરશે

0
Social Share
  • મહિલાઓને મળી ખાસ ભેંટ
  • બે મેટ્રોનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ જ કરશે

દિલ્હીઃ-  8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે કેટલાક રાજ્યોમાં આ દિવસે મહિલાઓને બસની મુસાફરી ફ્રી માં કરાવાની જાહેરાત કરી એછ ત્યારે મહિલાઓને શસક્ત બનાવવા માટે મહિલાઓને ખાસ ભેંટ આપવામાં આવી છે. આ સંદર્ભે મેટ્રોએ મહિલાઓને મોટી ભેટ આપી છે.

મેટ્રોએ મહિલાઓને મોટી જવાબદારી સોંપી છે. મુંબઈ મેટ્રોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવા માટે તેના બે સ્ટેશનો હવે તમામ સ્તરે મહિલા કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત છે.મુંબઈ મેટ્રોએ જણાવ્યું હતું કે તે સમગ્ર નેટવર્કમાં મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ, નિયુક્ત મહિલા કોચ, વોશરૂમ અને ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર બનાવીને મહિલાઓ માટે સલામત કાર્યકારી વાતાવરણ પ્રદાન કરવા આતુર છે.

માહિતી પ્રમાણે લાઇન 2A પર અકુરલી અને લાઇન 7 પર એકસર સ્ટેશન છે, જે આ વર્ષે જાન્યુઆરીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું છે. તે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઐતિહાસિક પહેલનો એક ભાગ છે ત્યારે હવે આ. બંને સ્ટેશનો હવે તમામ મહિલા સ્ટાફની 76 સભ્યોની ટીમ દ્વારા સંચાલિત છે, સ્ટેશન મેનેજરથી લઈને ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ મહિલાઓ જોવા મળે છે.

ઓપરેશનલ સ્ટાફ ઉપરાંત, મુંબઈ મેટ્રોમાં કુલ 958 મહિલાઓ HR, જાળવણી, વહીવટમાં કામ કરે છે, જેમાં આઉટસોર્સ સ્ટાફનો સમાવેશ થાય છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code