1. Home
  2. revoinews
  3. બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના ઉપયોગ વિશે GCCIમાં યોજાયું વિશેષ સત્ર
બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના ઉપયોગ વિશે GCCIમાં યોજાયું વિશેષ સત્ર

બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના ઉપયોગ વિશે GCCIમાં યોજાયું વિશેષ સત્ર

0
Social Share

 અમદાવાદ, 6 ફેબ્રુઆરી, 2026 – social media marketing for business growth GCCI દ્વારા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે “બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગનો ઉપયોગ” વિશે આયોજિત સત્રમાં “ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા ક્વોલિટી લીડ્સ જનરેટ કરવા” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

GCCI એ તારીખ 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે સંયુક્ત રીતે એક સત્રનું આયોજન કર્યું હતું જેનો વિષય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ક્વોલિટી લીડ્સ જનરેટ કરવા કેવી રીતે ઉપયોગ કરવો તે હતો.

social media marketing for business growth GCCI
social media marketing for business growth GCCI

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે HKS માર્કેટિંગના સ્થાપક પાર્થ ખન્ના ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સંબોધન કરતા વિવિધ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા બિઝનેસ માટે ક્વોલિટી લીડ્સ જનરેટ કરવી, આ બાબતે યોગ્ય વ્યૂહરચના તૈયાર કરવી, પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ બિઝનેસ અને વોટ્સએપ બિઝનેસ API નો અસરકારક ઉપયોગ કરવો, ગ્રાહક સાથે સંપર્ક રાખવો તેમજ ફોલો-અપ કરી રિપીટ ઓર્ડર મેળવવા જેવા વિવિધ પાસાનો સમાવેશ થયો હતો.

તેઓએ ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વ્યવસાયે પોતાની સફળતા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ અનિવાર્ય અંગ બની ગયો છે કારણ કે વધુને વધુ લોકો હવે પોતાનો મહત્તમ સમય સોશિયલ મીડિયા પર ગાળતા થયા છે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અસરકારક હાજરી દ્વારા કોઈ પણ વ્યવસાય વધુ લોકોને આકર્ષિત કરી શકે તેમ છે.

આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા: પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યો અમૂલ્ય મંત્ર

સેમિનારમાં ઉપસ્થિત અગ્રણીઓ વચ્ચે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી જેને કારણે સમગ્ર સત્ર ખૂબ રસપ્રદ બની રહ્યું હતું. સત્ર બાદ પ્રશ્નોત્તરી યોજાઈ, જેના દ્વારા ઉપસ્થિત સભ્યોને પ્રસ્તુતિ વધુ સારી રીતે સમજવામાં મદદ મળી. GCCIની સેન્ટર ફોર લર્નિંગ કમિટીના ચેરમેન જૈનિલ શાહ દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભારતીય રેલવે 94 હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, પ્રવાસીઓને મલશે રાહત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code