1. Home
  2. ગુજરાતી
  3. હિટમેન રોહિત શર્મા સૌથી વધુ સિક્સનો નોંધાવી શકે છે રેકોર્ડ, માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી ઇતિહાસ રચી શકે

હિટમેન રોહિત શર્મા સૌથી વધુ સિક્સનો નોંધાવી શકે છે રેકોર્ડ, માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી ઇતિહાસ રચી શકે

0
Social Share
  • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 12મી માર્ચથી શરૂ થશે ટી-20 સિરીઝ
  • આ સિરીઝમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્ટર ફટકારીને બનાવી શકે છે રેકોર્ડ
  • અત્યારે ટી-20માં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ માર્ટિ ગપ્ટિલને નામે છે

નવી દિલ્હી: ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિશે વાત કરવામાં આવે તો તેમાં રોહિત શર્મા સામેલ છે. ટી-20 ફોર્મેટમાં રોહિત શર્મા સૌથી સફળ ભારતીય બેટ્સમેન છે. રોહિત શર્માના નામે ટી-20માં ચાર સદી છે. ભારતનો બીજો કોઇ પણ બેટ્સમેન આ સિદ્વિ હાંસલ કરી શક્યો નથી. રોહિત શર્માનો ખોફ બોલરો પર પણ રહે છે. આ કારણ છે કે જ્યાં સુધી તે ક્રીઝ પર હોય છે ભારત માટે દરેક મેચમાં જીત નક્કી થઇ જાય છે.

12 માર્ચથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20ની સિરીઝ શરૂ થવા જઇ રહી છે. આ સિરીઝમાં રોહિત શર્મા પોતાના નામે એક રેકોર્ડ કરી શકે છે. રોહિત ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની દુનિયામાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન બની શકે છે. આ મામલામાં હાલ રોહિત બીજા ક્રમાંકે છે. પરંતુ જો ઇંગ્લેન્ડ સામે તે ફટકાબાજી કરશે તો તે આ યાદીમાં નંબર 1 બની શકે છે. ટેસ્ટ સિરીઝમાં પણ રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.

ટી-20 ફોર્મેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેનની યાદીમાં ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ નંબર વન પર બિરાજમાન છે. તેણએ 99 મેચમાં 137 સિક્સર ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ 108 ટી-20 મેચમાં 127 સિક્સ ફટકારી છે. રોહિત પાસે આ સિરીઝમાં ગપ્ટિલને પાછળ છોડવાની શાનદાર તક રહેશે.

રોહિત શર્માએ અત્યાર સુધી 108 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 100 ઈનિંગ્સમાં 2773 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે. રોહિતે 108 મેચમાં 245 ફોર અને 127 સિક્સર ફટકારી છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code