1. Home
  2. ગુજરાતી
  3. ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમની જાહેરાત, રોહિત રિટર્ન્સ, નવદીપ સૈનીને મળી તક
ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમની જાહેરાત, રોહિત રિટર્ન્સ, નવદીપ સૈનીને મળી તક

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમની જાહેરાત, રોહિત રિટર્ન્સ, નવદીપ સૈનીને મળી તક

0
Social Share
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમની જાહેરાત
  • ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 2 બદલાવ સાથે મેદાનમાં ઉતરશે
  • રોહિત શર્માની વાપસી થઇ છે તેમજ નવદીપ સૈનીને તક અપાઇ છે

સિડની: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીથી સિડનીમાં ત્રીજ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ માચે બીસીસીઆઇએ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. ત્રીજ ટેસ્ટમાં ભારતીય ટીમ બે બદલાવ સાથે મેદાન પર ઉતરશે. સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ છે ત્યારે નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક સાંપડશે. બે ટેસ્ટમાં નિષ્ફળ રહેનાર ઓપનર મયંક અગ્રવાલને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

રોહિત શર્માની વાપસીનો ક્યાસ પહેલાથી જ લગાવવામાં આવ્યો હતો. જો કે તે સ્પષ્ટ નહોતું કે રોહિત શર્મા, મયંક અગ્રવાલની જગ્યા લેશે કે પછી હનુમા વિહારીનું. પરંતુ ભારતીય ટીમે વિહારીને વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે.

ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમે મજબૂરીમાં આ બદલાવ કરવાની ફરજ પડી છે. નવદીપ સૈનીને ટીમ ઇન્ડિયાએ ડેબ્યુ કરવાની તક આપી છે. નવદીપ સૈની ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝનો સાથ આપશે.

આ છે ભારતીય ટીમના ત્રીજી ટેસ્ટના 11 ખેલાડી

રોહિત શર્મા

શુભમન ગિલ

ચેતેશ્વર પૂજારા

અજીંક્યા રહાણે

હનુમા વિહારી

રિષભ પંત

રવિન્દ્ર જાડેજા

આર.અશ્વિન

જસપ્રિત બુમરાહ

મોહમ્મદ સિરાઝ

નવદીપ સૈની

આ વખતે સ્પિન બોલરની જવાબદારી શાનદાર ફોર્મ દર્શાવનાર અશ્વિનના શિરે રહેશે. ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યુને લઇને ઘણી ચર્ચા હતા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે સૈનીની જગ્યાએ નટરાજનનું ડેબ્યુ થશે. આવુ થયુ નહી અને નટરાજનને હાલ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે રાહ જોવી પડશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code