
- શ્રીલંકાએ ભારકતને આપ્યો ફટકો
- ભારત સાથેની રણનીતિક પોર્ટ ડીલ કરી રદ
દિલ્હીઃ-ભારતને પોડોશી દેશ શ્રીલંકાએ હાલમાં એક મોટો ફટકો આપ્યો છે,શ્રીલંકાએ દેશની રણનીતિક ડીલ મામલે ફટકો આપ્યો છે.ઉલ્લેખનીય છે કે,ભારત અને જાપાન સાથે મળીને શ્રીલંકા એક પોર્ટ ટર્મિનલના નિર્માણ માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે દેશમાં સતત અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધનેપગલે પ્રધાનમંત્રી મહિંદ્રા રાજપક્ષે ડીલને રદ કરવા અંગેની માહિતી આપી છે.આ મામલો હિંદ મહાસાગરમાં પોતાની મજબૂત હાજરી નોંધાવાના પ્રયત્ન માટે મોટૂ ખોટ માનવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ બન્ને દેશોની સાથે સમજૂતી અંત્તર્ગત રણનીતિક મામલે ખાસ માનવામાં આવતી ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ થયેલી ડીલમાં ટર્મિનલના 49 ટકા ભાગ ભારત અને જાપાનની પાસે હોઈ શકતે જે હવે નથી. શ્રીલંકા પોર્ટ ઓથોરિટી પાસે 51 ટકા હિસોસો રહેતો હોય છે. શ્રીલંકાએ કહ્યું હતું કે તે ECTનું નિર્માણ ભારત અને જાપાન સાથે મળીને કરશે જો કે હવે તઆમ થશે નહી.
ભારત અને જાપાનનીઆ સમજૂતીના મામલે કોલંબો પોર્ટ ટ્રેડ યુનિયન્સ વિરોધ પર ઉતરી આવ્યા છે, સંગઠનની માંગણી હતી કે ઈસીટી પર પુરેપુરો શ્રીલંકા પોર્ટનો જ હક્ક અધિકાર હોવા જોઈએ,100 ટકાહિસ્સો પુરેપુરો શ્રીલંકાનો હોવો જોઈએ. 23 ટ્રેડ યૂનિયન્સે પોર્ટ ડીલનો પુર જોશમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ભારતની અદાણી ગ્રુપ સાથે ECT સમજૂતીને ઠીક નહોતી ગણાવી.
આ સમજૂતિનો વિરોધ કરી રહેલા મોટાભાગના યૂનિયન્સ સત્તારુઢ શ્રીલંકા પીપુલ્સ પાર્ટી સાથે સંકળાયેલા છે,સખ્ત વિરોધ બાદ હવે સરકાર આ ડીલ પર આગળ નહીં વધે.
સાહિન-