1. Home
  2. ગુજરાતી
  3. શ્રીનગર: આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ,પુત્રી ગંભીર રીતે ઘાયલ
શ્રીનગર: આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ,પુત્રી ગંભીર રીતે ઘાયલ

શ્રીનગર: આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ,પુત્રી ગંભીર રીતે ઘાયલ

0
Social Share
  • આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ
  • પુત્રી ગંભીર રીતે ઘાયલ
  • સુરક્ષાદળોએ સપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આતંકવાદીઓએ ફરી એકવાર પોતાના પ્લાનને અંજામ આપ્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીને નિશાન બનાવ્યા છે.આતંકવાદીઓએ મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરની બહાર પોલીસ કોન્સ્ટેબલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું હતું જ્યારે તેની સાત વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી.ઘટના બાદ સુરક્ષાદળોએ સપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો છે.

તેણે કહ્યું કે, આતંકવાદીઓએ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી પર ગોળીબાર કર્યો જ્યારે તે તેની પુત્રીને ટ્યુશન માટે મૂકવા જઈ રહ્યો હતો. કાદરી આ મહિનામાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા ત્રીજા પોલીસકર્મી છે. એક અધિકારીએ જણાવ્યું કે,આતંકવાદીઓએ કાદરીને શ્રીનગર જિલ્લાના અનચાર વિસ્તારના ગનઈ મહોલ્લામાં સ્થિત તેમના ઘરની બહાર હુમલો કર્યો.તેમણે કહ્યું કે,કાદરી અને તેમની પુત્રીને SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પોલીસકર્મીનું  મૃત્યુ થયું. અધિકારીએ જણાવ્યું કે,છોકરીને જમણા હાથમાં ગોળી વાગી છે અને તે ખતરાથી બહાર છે.

કાશ્મીર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કોન્સ્ટેબલની હત્યા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે,હુમલાખોરોને પકડવા માટે નજીકના વિસ્તારોમાં પોલીસ ટીમો મોકલવામાં આવી છે.અમે તેમને જલ્દી પકડી લઈશું.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code