
ગણેશજીનો આ મંત્ર આજથી જ શરૂ કરી દો,સંકટ દુર થઈ જશે
આપણા દેશમાં દરેક કામની શરૂઆતમાં ગણેશજીને યાદ કરવામાં આવે છે, પણ જ્યારે ગણેશજીનો જ મંત્ર બોલવાનો હોય ત્યારે કઈ વિચારવું જોઈએ નહીં અને મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ. લોકોનો ગણપતિ સાથે એવી શ્રધ્ધા અને આસ્થા જોડાયેલી છે કે લોકો માને છે કે ગણેશજીનો આ મંત્ર કરવાથી દરેક સંકટ દુર થઈ જાય છે.
ગણેશ સંકટનાશન સ્તોત્ર પાઠ કરવાની વિધિ એ પ્રમાણે છે કે આ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ બુધવારના દિવસથી શરૂ કરવો જોઇએ. આ પાઠ કોઇપણ મહિનાના સુદ બુધવારથી શરૂ કરવો જોઇએ તો જ તેનું શુભ મંગળ ફળ પ્રાપ્ત થાય છે. ગણેશ સ્તોત્રનો પાઠ આપ નિયમિત 40 દિવસો સુધી સતત કરવો જોઇએ.
જે દિવસથી આપ પાઠ કરવાનો પ્રારંભ કરો તે દિવસે બ્રહ્મ મૂહુર્તમાં સવારે ઊઠીને નિત્ય કર્મો પૂર્ણ કરીને સ્નાનાદિ કાર્ય કર્યા પછી સ્વસ્છ વસ્ત્ર ધારણ કરો. ગણેશજીને પ્રણામ કરીને તેમની પૂજાનો પ્રારંભ કરો. ગણેશજીને દૂર્વા અતિ પ્રિય છે એટલે તેમની પૂજા વખતે ગણેશજીને દૂર્વા અવશ્ય અર્પણ કરો. ત્યારબાદ ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો. પાઠ સમાપ્ત થયા પછી ગણેશજીને પ્રણામ કરીને તમારી પ્રાર્થના ગણેશજી સમક્ષ રજૂ કરો. જો તમે સંપૂર્ણ નિતી નિયમો અનુસાર આ સ્તોત્રનો પાઠ કરશો તો તમને થોડા જ દિવસોમાં તેનું પરિણામ જોવા મળશે. જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા કે સંકટ આવે ત્યારે ગણેશજી આપની અચૂક રક્ષા કરે છે.