શેરબજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો
મુંબઈ, 17 માર્ચ 2026: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત શરૂઆત જોવા મળી છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીના ટેકાથી બંને મુખ્ય સૂચકાંકો ‘ગ્રીન ઝોન’માં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝિટિવ મોમેન્ટમ જળવાઈ રહેતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કારોબાર દરમિયાન સેન્સેક્સ 256 પોઈન્ટના ઉછાળા સાથે 75,767ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટી પણ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને 23,000 થી વધુની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સેક્ટર મુજબ જોઈએ તો ઓટો અને મેટલ ઇન્ડેક્સમાં 0.5% થી 1% સુધીનો વધારો નોંધાયો છે, જે બજારને ઉપર લાવવામાં મદદરૂપ થયા છે. આઈટી (IT) ઇન્ડેક્સમાં 1% અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 0.5% નો ઘટાડો જોવા મળ્યો છે.
શેરબજારની સાથે સાથે બુલિયન માર્કેટમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળ્યા હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,57,000 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના ભાવમાં સીધો 4,000 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે તે હવે 2,61,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી છે.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ભારત દ્વારા આકરી નિંદા: હોસ્પિટલ પર હુમલો એ જધન્ય ગુનો


