
ખાલી પેટે આટલી વસ્તુઓને ખાવા-પીવાની બંધ કરો,નહીં કરો તો મુશ્કેલીમાં પડી જશો
- ખાલી પેટે ન ખાશો આ વસ્તુઓ
- ન પીવી જોઈએ ચા કે કોફી
- શરીરને આ રીતે કરે છે નુક્સાન
કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ખાલી પેટે સવારે ચા પીવે છે અથવા કોફી પણ પીતા હોય છે. કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જે ટામેટાની ડીશ ખાવાનું ગમે છે તો કેટલાક લોકો ખાટ્ટાફળ ખાવાનું પસંદ કરે છે. આવામાં નિષ્ણાંતો કહે છે કે કેટલાક લોકોએ ભૂખ્યા પેટે સવારે આ પ્રકારનો કોઈ પણ નાસ્તો કે ચા-કોફી પીવી જોઈએ નહી.
સૌથી પહેલા વાત કરીશું દહીંની, તો તે પેટ અને પેટના અંગો માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ સવારે ભૂખ્યા પેટે તેને ખાવાથી તમને નુકસાન થઇ શકે છે. જેનાથી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ બને છે, જે નુકસાનકર્તા છે.
આ ઉપરાંત ટામેટામાં અલગ-અલગ વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટનો ભંડાર છે, આ વાત સાચી છે. પરંતુ જો ટામેટાને ખાલી પેટે ખાશો તો એસિડિક નેચરના કારણે પેટને નુકસાન થશે. આ પેટ પર જરૂરિયાત કરતા વધુ દબાણ લાવે છે અને તેનાથી પેટમાં દુ:ખાવો થઇ શકે છે.
હવે વાત છે કાર્બોનેટેડ ડ્રિન્ક્સની કે જે સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે સારા નથી. ઘણાં સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ખાલી પેટે કાર્બોનેટેડ ડ્રિન્ક્સ પીવાથી કેન્સર અને હૃદયસંબંધી બિમારીઓનો ખતરો વધી જાય છે. જો તમે પણ કોલ્ડ ડ્રિન્કના શોખીન છો તો સાવધાન થઇ જજો.
મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે. નિષ્ણાંતો માને છે કે ખાલી પેટ કોફી પીવાથી હાઈડ્રોક્લોરિક એસિડની માત્રા વધી જાય છે અને તેનાથી કબજીયાત અને ઉલ્ટીની સમસ્યા વધી જાય છે. જેનાથી પાચન ક્રિયા પણ મંદ પડે છે.