1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારા સામે કડક પગલાં લેવાશે
અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારા સામે કડક પગલાં લેવાશે

અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારા સામે કડક પગલાં લેવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓમાં પણ ભૂતિયા યાને ડમી વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવતા હોય છે. સરકાર તરફથી મળતો લાભ લેવા માટે કે અપુરતા વિદ્યાર્થીઓને કારણે શિક્ષકોને છૂટા ન થવું પડે તે માટે પુરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા માટે ડમી વિદ્યાર્થીને પ્રવેશ અપાતો હોય છે. આ ઉપરાંત છેલ્લા ચાર પાંચ વર્ષથી એવો ક્રેઝ શરૂ થયો છે. કે, ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ મોટાભાગનો સમય કોચિંગ ક્લાસમાં વિતાવતા હોય છે. શાળામાં આવતા પણ નથી. એટલે આવા વિદ્યાર્થીઓ પણ ડમી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે રાજ્યના તમામા શિક્ષણાધિકારીઓને સમયાંતરે શાળાઓની તપાસ કરવાની સુચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ધોરણ 11-12 સાયન્સ પ્રવાહમાં ઘણાબધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરહાજર રહીને ક્લાસીસમાં હાજર રહેતા હોય છે. જેથી  જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા સ્કૂલ શરૂ થતા જ વિવિધ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કોઇ સ્કૂલ ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ  જણાવ્યું હતું કે, આગામી દિવસમાં સ્કૂલ શરૂ થતા જ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરહાજર રહેતા હોય અને ટ્યુશન ક્લાસમાં હાજર રહેતા હોય તો તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ બોર્ડને આપવામાં આવશે. ત્યારબાદ બોર્ડ દ્વારા જે આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સ્કૂલ પણ ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપશે તો સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ વધી રહ્યા છે. 11 અને 12 સાયન્સમાં આ પ્રકારના સ્કૂલ અને વિદ્યાર્થીઓ વધી રહ્યા છે જેના કારણે સાયન્સના પરિણામ પર અસર પડી રહી છે જેને લઈને હવે DEO કચેરી દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવવામાં આવશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી ચકસવામાં આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code