1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓને મતદાન માટે લેવડાવાયા શપથ, પ્રભાતફેરી પણ નીકળી
અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓને મતદાન માટે લેવડાવાયા શપથ, પ્રભાતફેરી પણ નીકળી

અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓને મતદાન માટે લેવડાવાયા શપથ, પ્રભાતફેરી પણ નીકળી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બે તબક્કની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અને વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ તેમજ રાજકીય પક્ષોએ પણ પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના પર્વ ચૂંટણીમાં સમાજના દરેક વર્ગ, સમુદાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને સશક્ત બનાવે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ યુવાનોને પોતાના મતાધિકારથી સજાગ કરવા માટે યુવા સંવાદ સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. આ સંકલ્પ યાત્રા તા. 21 નવેમ્બરે શરૂ કરવામાં આવી હતી જે 4 ડિસેમ્બર સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં, કોલેજોમાં યુવાઓ સાથે સંવાદ યોજીને તેમનામાં મતદાન વિશે જાગૃતિ કેળવવામાં આવી રહી છે. તેમજ મતદાનના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને મતદાન માટેના શપથ લેવજાવવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની કોલેજોમાં યુવાનોને મતદાન અંગેની ઊંડાણપૂર્વક માહિતી આપતી માર્ગદર્શિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા અંતર્ગત નોડેલ ઓફિસરો તથા ચૂંટણી પંચના અધિકારીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી રહ્યા છે , ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને સંકલ્પ પત્ર આપીને પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાના શપથ લેવડાવવામાં આવે છે. યુવા સંવાદ સંકલ્પ યાત્રા 30 નવેમ્બરના રોજ એલ.ડી.આર્ટસ કોલેજ, ગુજરાત યુનિવર્સિટીના ઝુઓલોજી ભવન, સિલ્વર ઓક યુનિવર્સિટી તેમજ ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાઈ હતી.આ ચારે સ્થાનો પર મોટી સંખ્યામાં યુવાનોને સંકલ્પ પત્ર આપીને મતદાન વિશે માહિતીગાર કરાયા હતા અને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. મતદાર જાગૃતિ નોડલ અધિકારી ડો. યોગેશ પારેખના જણાવ્યા અનુસાર આ યાત્રા આગામી દિવસોમાં આશરે 100 જેટલી સંસ્થાઓ આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.યાત્રા ઉપરાંત સવારે પ્રભાત ફેરી પણ કરવામાં આવી રહી છે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code