કિંગખાનની પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરે તે પહેલા જ ઈન્ટરનેશનલ બ્યૂટીપ્રોડક્ટ Maybelline ની બ્રાંડ એમ્બેસેડર બની
મુંબઈઃ- બોલિવૂડમાં કિંગખાન તરીકે જાણીતા અભિનેતા શાહરુખ ખાન કરોડો ચાહકોની દિલની ધડકન છે, અભિનેતાની પુત્રી સુહાના ખાન પણ હિરોહીનથી કમ નથી, ભલે તેણે હજી સુધી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું નથઈ છત્તા પણ તે મીડિયા કેમેરામાં હંમેશઆ કેદ થતી રહે છએ,સૌ કોઈની નજર દરેક ઈવેન્ટ પર શાહરુખની પુત્રી પર હોય છે ત્યારે સુહાના બી ટાઉનમાં પ્રવેશ કરે તે પહોલા જ તેની કિસ્મત ચમકી છે.
જાણકારી પ્રમાણે સુહાના ખઆનની ઈન્ટરનેશઅનલ બ્યૂટીપ્રોડટક્ની બ્રાંડ એમેસેડર બનાવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સુહાના ગ્લેમરસ લૂક ઘરાવે છે,તે તેના સ્ટાઈલિશ અંદાંજના કારણે ચર્ચામાં રહે છે.
આ ઈવેન્ટ બાદ સુહાના ખઆનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા છે ઈવેન્ટમાં પહેલીવાર સુહાનાએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. સુહાનાએ કહ્યું, ‘હાય એવરીવ, હું અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, હું અહીં આવીને ખરેખર ઉત્સાહિત છું, હું ઈચ્છું છું કે તમે જલ્દીથી આ પ્રોડક્ટ માટે જે શૂટ કર્યું છે તે બધા નિહાળો.જુઓ.’તેણે એમ પણ કહ્યું કે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.
સુહાના હવે એક મોટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને તે પહેલા તે એડ વર્લ્ડમાં પગ મુકી ચૂકી છે. સુહાના ન્યૂયોર્ક સ્થિત બ્યુટી બ્રાન્ડ મેબેલિનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.સોમવારે મુંબઈમાં આયોજિત એક મીડિયા ઈવેન્ટમાં સુહાનાને લઈને આ જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છએ કે સુહાના ખાન આ વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ પણ કરવા જઈ છે અને તે પહેલા એક ઈન્ટરનેશનલ બ્રાન્ડ સાથે તેના જોડાણે તેના પોર્ટફોલિયોને વધુ પ્રભાવશાળી બનાવી છે. સુગહાના હંમેશઆ તેના ડેસિંગને લઈને સમાચારની સુર્ખીઓમાં છવાયેલી રહે છે.