1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો – 2 લોકોના મોત, 5 થી વધુ લોકો ઘાયલ થયા
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો – 2 લોકોના મોત, 5 થી વધુ લોકો ઘાયલ થયા

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો – 2 લોકોના મોત, 5 થી વધુ લોકો ઘાયલ થયા

0
Social Share
  • બલૂચિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલાની ઘટના
  • 2 લોકોએ આ હુમલામાં જીવ ગુમાવ્યા

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન કે જે સતત આતંકવાદને લઈને જાણીતુ છે વિશ્વભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની નિંદા થાય છે ત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જ હુમલાની ઘટના સામે આવી છે આ હુમલો આત્મઘાતી હુમલો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે બલૂચિસ્તાનના ખુજદારમાં મંગળવારે આ વિસ્ફોટ થયો જેમાં બે લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. આ જાણકારી પાકિસ્તાનના મીડિયાએ આપી છે. આ સહીત બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અબ્દુલ કુદ્દુસ બિઝેન્જોએ હુમલાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદીઓ નિર્દોષ લોકો પર હુમલો કરી રહ્યા છે. સરકાર તેમના કોઈપણ ષડયંત્રને સફળ થવા દેશે નહીં.

આ આત્મધાતી ગહમલા અંગે  હજુ સુધી કોઈ સંગઠન કે આતંકવાદી જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. દરમિયાન, ખૈબર પખ્તુનખ્વાના ટેન્ક જિલ્લા અને પીરવાલામાં અલગ-અલગ હુમલામાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

બલૂચિસ્તાનના ખુજદાર શહેરમાં આગા સુલતાન ઈબ્રાહિમ રોડ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ડેપ્યુટી કમિશનરરે પુષ્ટિ કરી હતી કે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરીને એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છએ કે પાકિસ્તાનમાં વિતેલા મહિને પટણ આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતોજ્યાં બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લામાં ચુંબકીય બોમ્બ હુમલામાં એક પોલીસ વાન ડ્રાઈવર અને એક અધિકારીનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code