
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભય છે. ત્યારે ગત વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થતાં દાંતીવાડા જળાશય ભરાયો હતો અને ઓવરફ્લો થતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ પાણી માત્ર કાંકરેજ તાલુકાના ઉંબરી-કંબોઇ પાસે આવ્યું અને જળાશયના દરવાજા બંધ કરી દેવાતા ખેડૂતો નારાજ થયાં હતા. દાંતીવાડા ડેમમાં હાલ પુરતું પાણી છે. સુજલામ સુફલામ કેનાલ દ્વારા કંબોઇથી બનાસ નદીમાં પાણી છોડાવામાં આવ્યું હતું તે પાણી સતત છ મહિના ચાલું રહ્યું હતું. જ્યારે 1 એપ્રિલથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કાંકરેજ તાલુકાના આગેવાનોની રજુઆતથી સુજલામ સુફલામ કેનાલ દ્વારા કંબોઇથી પાણી છોડાવામાં આવ્યું હતું તે પાણી સતત છ મહિના ચાલું રહ્યું હતું. જ્યારે 1 એપ્રિલથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી કરી છે. જેમાં ઘાસચારો અને બાજરી, જુવાર જેવા પાકોની વાવણી કરી છે તે પણ બનાસ નદીમાં પાણી ચાલું હતું તેની આશાએ કર્યું છે અને સરકાર દ્વારા ભરઉનાળે પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ પ્રસાર્યો છે. નદીની નજીકના બોરવેલોમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. પણ જો સતત ચોમાસા સુધી પાણી ચાલુ રાખવામાં આવ્યું હોત તો બનાસ નદી કાંઠા વિસ્તારમાં ઉંબરી, કંબોઇ, કસરા, થરા, શિહોરી વિસ્તારોના બોરવેલોમાં પાણીના તળ ઊંચા આવ્યા હોત. આમ કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલ દ્વારા ચોમાસા સુધી પાણી ચાલુ રાખવા માંગ કરાઇ છે.
આ અંગે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘જો દિયોદર, લાખાણીના ખેડૂતોએ રજૂઆત કરતા અને આંદોલનની ચીમકી આપતાં ચાગા પમ્પીંગથી પાણી ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ કાંકરેજ તાલુકાના ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી આપવામાં આવ્યું નહીં. કાંકરેજના ખેડૂતોએ આંદોલન કરવા ચીમકી આપી છે.