સમર સ્પેશિયલ ઓરેન્જ પાણીપુરી રેસીપી, ગરમીમાં બોડી રહેશે હાઈડ્રેટેડ, આ રીતે ઘરે જ બનાવો!
રેસીપી, 29 માર્ચ 2026: ઉનાળો (Summer) શરૂ થઇ ગયો છે, આ ઋતુમાં અસહ્ય ગરમીમાં ના કારણે ઠંડુ ખાવાની ઈચ્છા વધારે છે, પરંતુ ઘણાને ચટપટી અને ઠંડા પાણી વાળી પાણીપુરી ખાવાની પણ ક્રેવિંગ થતી હોય છે, એવામાં સંતરા અથવા નારંગીનો ઉપયોગ કરીને ઓરેન્જ પાણીપુરી બનાવી શકો છો.
સંતરા અથવા નારંગીની પાણીપુરીથી તમારો ટેસ્ટ પણ સચવાઈ રહેશે અને હેલ્ધ પણ! નારંગીમાં વિટામિન સી ભરપૂર હોય છે, તે રોગપ્રતિકારક શકિત વધારે છે, ગરમીમાં બોડીને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
ઓરેન્જ પાણીપુરી રેસીપી
સામગ્રી
1 કપ ફ્રેશ નારંગીનો રસ
½ કપ ફૂદીનાના પાન
½ કપ કોથમીર
2 લીલા મરચા
½ કપ આંબલી
થોડું મીઠું
½ ચમચી શેકેલું જીરું પાઉડર
1 ચમચી જલજીરા પાવડર
5 થી 6 બરફના ટુકડા
પાણી પુરી પુરી જરૂર મુજબ
ઓરેન્જ પાણીપુરી બનાવવાની રીત
સૌ પ્રથમ ફ્રેશ નારંગીનો રસ કાઢીને બાજુ પર રાખો, હવે ફુદીનો, કોથમીર, લીલા મરચા અને થોડું પાણી નાખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે બડે મોટા બાઉલમાં આંબલીનું પાણી, મીઠું, બ્લેક સોલ્ટ અને શેકેલું જીરું પાઉડર ઉમેરીને સારી રીતે મિક્ષ કરો.
હવે એમાં ગ્રીન પેસ્ટ અને ફ્રેશ નારંગીનો રસ મિક્ષ કરીને ફ્રેશ પાણી તૈયાર કરો.
ત્યારબાદ એમાં છેલ્લે આઈસ ક્યુબ ઉમેરો અને ઠંડું સર્વ કરો અને પુરીમાં ઉમેરીને તેની મજા માણી શકો છો. ચટપટા મસાલેદાર મીઠી ઓરેન્જ પાણીપુરી એક તાજગીભરી ફ્યુઝન ટ્વિસ્ટ છે જે બધાને ખાવાની મજા પડશે.


