
વિટામીન ‘ઈ’ માટે સુર્યમૂખીના બી બેસ્ટ ઓપ્શન- આ બીના સેવનથી આરોગ્યને થાય છે આટલા ફાયદા
- સૂર્યમુખીના બી સ્વાસ્થ્યને કરે છે ફાયદો
- વિટામીન ઈ થી ભરપુર હોવાથી વાળને બનાવે છે મજબૂત
દરેક ફુલ છોડ કે ઝાડના પોતાના ખાસ ગુણો હોય છે, આપણા દેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે જેને ઔષધ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છે, જેમાં અનેક ફૂલો પણ એવા છે જે દવા તરીકે વપરાય છે, જેમાં એક છે સુર્યમુખીના ફૂલ જેનું તેલ ખાવામાં વપરાય છે અને વાળ માટે પણ તે સારુ ગણાય છે, આ સાથે જ તેમાંથી નીકળતા બી આરોગ્ય માટે ખૂબ દ ગુણકારી છે તો, ચાલ જાણીએ સુર્યમુખીના બી ના ફાયદાઓ.
જાણો સૂર્યમુખીના બીજના ઉપયોગ તથા ફાયદાઓ
- સૂર્યમુખીના બીમાં અનેક ગુણ હોય છે જે થાઈરોડ થવાનું મુખ્ય કારણ એટલે સિલેનિયમ નામના મિનરલની ખામી. સૂર્યમુખીના બીમાં સિલેનિયમ ભરપુર હોય છે. જે થાઇરોઇડ ગ્લેન્ડને કારણે શરીરના ટેમ્પ્રેચરને જાળવી રાખે છે. સાથે મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે.
- સૂર્યમુખીના બી કેન્સરની સામે શરીરને રક્ષણ આપે છે. તેમાં રહેલા પોષકતત્વો અને એન્ટિઓક્સિડન્ટ કેન્સર થતા અટકાવે છે. અને કેન્સરને શરીરમાં રિકરન્સ થવા દેતા નથી.
- સૂર્યમુખીના બીજમાં વિટામીન-બી સારા પ્રમાણમાં હોવાથી તે આંખને તેજ પ્રકાશની સામે ટક્વાની શક્તિ પ્રદાન કરે છે.
- સૂર્યમુખીનાં તેલને ઉત્તમ ખાદ્યતેલ ગણવામાં આવે છે અને હૃદય રોગની બીમારીવાળા માણસો માટે તે ખૂબ ફાયદો કરે છે.
- સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ અને અન્ય ખનિજ તત્વો સમાયેલા હોય છે, જે આરોગ્યને દરેક બાબતે ફાયદા કરે છે.
- સૂર્યમુખીના બી થી શરીરને પોષણ મળે છે અને પેટ ભરાયાનો સંતોષ પણ થાય છે.
- સૂર્યમુખીના બી માં વિટામિન સી સી માત્રા પણ હોય છે જે હાર્ટની બીમારીઓમાં ખૂબ સારી અસર દેખાડે છે.
- આ બીજમાં રહેલું વિટામિન ઈ કોલેસ્ટ્રોલને લોહીની નળીઓમાં જમા થતા રોકી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ટાળે છે.
- સૂર્યમુખીના બીજમાં રહેલું ઝિંક વાળને લાંબા કરવામાં મદદરુપ સાબિત થાય છે. જોકે, ઝિંકનો વધુ ઉપયોગ વાળ ખરવાની સમસ્યા પણ વધારી શકે છે. તેમાં વિટામિન E હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે ઉપયોગિ સાબિત થાય છે.