
સુનીલ ગ્રોવર ગોપી વહુના અવતારમાં જોવા મળ્યોઃ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- અભિનેતાનો વીડિયો લોકો કરી રહ્યાં છે પસંદ
- કપડાની સાથે ધોઈ નાખ્યુ લેપટોપ
- વીડિયોમાં કોકિલાબેનની પણ જોળા મળી એન્ટ્રી
દિલ્હીઃ જાણીતા કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર નવા-નવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેને લોકો ખુબ જ પસંદ કરે છે. હવે તેણે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તે ગોપી બહુની નકલ કરતો જોવા મળે છે. સુનીલ આ વીડિયોમને ઈન્સટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેમાં ગોપી વહુ ફરીથી સ્ક્રીન ઉપર આવી રહી હોવાનું કહેવાયું છે.
આ વીડિયોમાં સુનીલ ગ્રોવર જેવી ગોપી વહુની નકલ ઉતારે છે ત્યારે જ કોકિલાબેન આવે છે અને તેને ખખડાવે છે. વીડિયોમાં સુનીલ ગ્રોવરનો અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં એક સમય એવો પણ છે જેમાં લેપટોપને કપડાની જેમ ધોઈ નાખે છે.
ગોપી બહુ હવે મોર્ડન અવતાર તેરા મેરા સાથ સિરિયલમાં જોવા મળશે. આ સિરિયલ સાથ નિભાના સાથિયાની વાર્તાને આગળ વધારે છે. સુનીલ ગ્રોવરનો આ વીડિયો આ સંબંધમાં જ છે. સુનીલ ગ્રોવર તાજેતરમાં જ રજૂ થયેલી વેબસિરીઝ સનફ્લાવરમાં જોવા મળ્યો હતો. તેમજ કોમેડી શો એલએએલ-હંસે તો ફંસેમાં પણ જોવા મળે છે.
સુનીલ ગ્રોવર સારા કોમેડિયન હોવા ઉપર સારો અભિનેતા પણ છે. તેણે તાંડવ વિબ સિરીઝમાં કરેલો અભિનય લોકોને ખુબ પસંદ આવ્યો હતો. સુનીલ ગ્રોવર કોમેડી શોમાં કામ કરવા ઉપરાંત ફિલ્મોમાં પણ અભિનય કરે છે.
(Photo-File)