
સુપર એપ: રેલ્વેએ સુપર એપ લોન્ચ કરશે, ટિકિટ બુકિંગથી લઈને ટ્રેન સ્ટેટસ ચેંક કરી શકાશે
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે એક સુપર એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રેલ્વેની આ સુપર એપથી ઘણા કાર્યો થઈ શકશે. રેલ્વેની સુપર એપમાં ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનને રિયલ ટાઈમમાં ટ્રેક કરવા જેવા કામ કરશે. રિપોર્ટ અનુસાર આ એપ પર કુલ 90 કરોડ રૂપિયા ખર્ચ થશે અને ત્રણ વર્ષથી વધારે સમય લાગશે. રેલ્વેના સુપર એપને CRIS તૈયાર કરશે જે રેલ્વે માટે આઈટી કામનું ધ્યાન રાખશે.
હાલમાં રેલ્વે ટિકિટ બુકિંગ માટે IRCTC રેલ કનેક્ટનો ઉપયોગ થાય છે. ફોનથી ટિકિટ બુકિંગના માટે હાલ એકમાત્ર સત્તાવાર એપ છે. આ એપને 100 મિલિયનથી વધારે લોકો ઉપયોગ કરે છે. એના સિવાય RAIL MADAD, UTS, SATARK, TMS-NIRIKSHAN, IRCTC AIR અને PORT READ જેવી એપ્સ પણ છે જે રેલ્વે મુસાફરોની મદદ કરે છે. હવે રેલ્વે આ બધી એપને એક જ એપમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ભારતીય રેલ્વેએ ઘુમ્મસથી બચવા માટે 20,000 FOGPASS ડિવાઈસ તૈયાર કર્યું છે જેની મદદથી ઠંડીમાં ઘુમ્મસને કારણે લેટ થવા વાળી ટ્રેનોની સંખ્યામાં ઘટાડો આવશે. ફોગપાસ એક પોર્ટેબલ ડિવાઈસ છે જે લોકોપાયલટને ભયંકર ઘુમ્મસની સ્થિતિમાં પણ રસ્તાની જાણકારી આપે છે.