1. Home
  2. ગુજરાતી
  3. આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા ક્રિકેટર એસ. શ્રીસંતને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આજીવન પ્રતિબંધ હટાવાયો
આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા ક્રિકેટર એસ. શ્રીસંતને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આજીવન પ્રતિબંધ હટાવાયો

આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા ક્રિકેટર એસ. શ્રીસંતને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આજીવન પ્રતિબંધ હટાવાયો

0

ક્રિકેટ એસ. શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં આજીવન પ્રતિબંધને હટાવીને તેને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બીસીસીઆઈ પાસે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને શ્રીસંતને સુનાવણીનો મોકો આપવા અને ત્રણ માસમાં સજા નિર્ધારીત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બીસીસીઆઈ શ્રીસંત પર પોતાના લગાવવામાં આવેલા પ્રતિબંધ પર ફરીથી વિચાર કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ત્રણ માસમાં બીસીસીઆઈ નિર્ણય કરે. કોર્ટે એમ પણ કહ્યું છે કે બીસીસીઆઈ શ્રીસંત પર પોતાના દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ પર ફેરવિચારણા કરે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને નિર્ણ કરવા માટે ત્રણ માસનો સમય આપ્યો છે. તેની સાથે જ બીસીસીઆઈને શ્રીસંતનો પણ પક્ષ સાંભળવા માટે જણાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જીવનપર્યંત પ્રતિબંધ વધારે છે.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની એક ખંડપીઠે બીસીસીઆઈને ક્હ્યું છે કે તેઓ શ્રીસંતને આપવામાં આવેલી સજા બાબતે ત્રણ માસની અંદર જ ઝડપથી નિર્ણય કરે. હવે શ્રીસંત પર બીસીસીઆઈએ ત્રણ માસની અંદર જ નિર્ણય કરવો પડશે કે તેના ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવાયા બાદ તેને શું સજા આપવામાં આવે?
મહત્વપૂર્ણ છે કે બીસીસીઆઈએ શ્રીસંત પર આઈપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગના દોષિત ઠર્યા બાદ તેના ઉપર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. તેની વિરુદ્ધ શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પહેલા બીસીસીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી અને ખેલનું અસમ્માન કરવાનો આરોપ છે.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ શ્રીસંતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તે ફરીથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ત્રણ માસની અંદર બીસીસીઆઈએ નિર્ણય કરવાનો છે. પરંતુ આ વધારે નથી, તેણે આટલી લાંબી રાહ જોઈ છે, થોડો વધારે ઈન્તજાર કરીશ. તે લિએન્ડર પેસને પોતાનો આદર્શ માને છે. જ્યારે તે 45 વર્ષની ઉંમરે ગ્રાન્ડસ્લેમ રમી શકે છે. નેહરા 38 વર્ષની વયે વર્લ્ડકપમાં ઉતરી શકે છે, તો તે કેમ નહીં, તે તો માત્ર 36 વર્ષનો છે. તેની ટ્રેનિંગ ચાલુ છે.

મહત્વપૂર્ણ છે કે જુલાઈ-2015માં શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલા સહીત સ્પોટ ફિક્સિંગ મામલામાં તમામ 36 આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે ફોજદારી કેસમાંથી બરી કર્યા હતા. શ્રીસંતે 2005માં શ્રીલંકા વિરુદ્ધ નાગપુરમાં એક દિવસીય મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ પદાર્પણ કર્યું હતું. શ્રીસંતે 27 ટેસ્ટમાં 37.59ની સરેરાશથી 87 વિકેટ અને વનડેમાં 53 મેચોમાં 33.44ની સરેરાશથી 75 વિકેટ ઝડપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.