
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહને આવ્યો હાર્ટએટેક -હિમાચલથી દિલ્હીની હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયા
- સુપ્રિમ કોર્ટના જજને આવ્યો હાર્ટ એટેક
- એમ આર શાહને હોસ્પિટલમાં કરાયા દાખલ
દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહને આજરોજ ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો જેના પગલે તેઓને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે હિમાચલથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા દ્રારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે જસ્ટિસ શાહ હિમાચલ પ્રદેશમાં હ્દય હુમલાનો ભોગ બન્યા છે અને તેમને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે ટ્વીટ કર્યું, “તેમની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના.
Hon'ble Justice MR Shah Judge Supreme Court of India has suffered a heart attack while he was in Himachal Pradesh. Arrangements being made to rush him to Delhi. Praying to God for his speedy recovery. 🙏
— Gaurav Bhatia गौरव भाटिया (@gauravbh) June 16, 2022
સુપ્રીમ કોર્ટ આ મામલે ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે.જસ્ટિસ એમ.આર.શાહે 19 જુલાઈ, 1982ના રોજ વકીલ તરીકે નોંધણી કરી હતી. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, ક્રિમિનલ, બંધારણીય, કરવેરા, શ્રમ, સેવા અને કંપની બાબતોમાં પ્રેક્ટિસ કરી હતી. જમીન, બંધારણીય, શિક્ષણમાં વિશેષતા પણ મેળવી.
ઉલ્લેખનીય છે કે 64 વર્ષીય ન્યાયમૂર્તિ શાહ 7 માર્ચ, 2004 ના રોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો ચાર્જ સંભાળતા પહેલા પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. જસ્ટિસ એમઆર શાહે એક પ્રસંગે પીએમ મોદીને ‘લોકપ્રિય, પ્રિય, ગતિશીલ અને દૂરંદેશી નેતા કહ્યા હતા.