
વોટ ફોર નોટ કેસમાં સુપ્રીમ કોર્ટની ટીપ્પણી, નાણાં લઈને સવાલ કરવા તો ઝેર-કેન્સર જેવું
નવી દિલ્હી: વોટ ફોર નોટ કેસમાં સોમવારે આપેલા એક મોટા ચુકાદા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાણાં લઈને સવાલ કરવો તો ઝેર જેવું છે. આ ચીજ તો કેન્સર જેવી બીમારી સમાન છે. આના પર તાત્કાલિક રોક લાગવી જોઈએ. આ વાત ટોપ કોર્ટના ચુકાદા બાદ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવી હતી.
અશ્વિની ઉપાધ્યાય મુજબ, આજે સુપ્રીમ કોર્ટના સાત જજોની બંધારણીય ખંડપીઠે કહ્યું છે કે જો કોઈ સાંસદ રાજ્યસભા ચૂંટણીમાં સવાલ પુછવા અથવા વોટ આપવા માટે નાણાં લે છે, તો તે ટ્રાયલમાંથી છૂટનો દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વોટ આપવા માટે નાણાં લેવા અથવા પ્રશ્ન પુછવા ભારતીય સંસદીય લોકશાહીની કાર્યપ્રણાલીને નષ્ટ કરી દેશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યુ કે આજે સુપ્રીમ કોર્ટની સાત જજોની ખંડપીઠે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ દરમિયાન જૂના ચુકાદાને પણ ઓવર-રુલ કરી દીધો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ધારાસભ્ય વગર રૂપિયા લઈને સવાલ પુછે છે અથવા રૂપિયા લઈને કોઈને વોટ કરે છે (રાજ્યસભા ચૂંટણીમાં) ત્યારે તેને કોઈ સંરક્ષણ મળી શકે નહીં. ન તો તેને કોઈ પ્રોટોકોલ મળશે, પરંતુ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ ચાલશે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નાણાં લઈને સવાલ પુચવો અથવા કોટ કરવું, આ સંસદીય લોકશાહી માટે ઝેર સમાન છે. આ સંસદીય લોકશાહી માટે કેન્સર છે અને માટે તેને રોકવું ઘણું જરૂરી છે. તેવામાં નાણાં લઈને સંસદમાં કંઈપણ કરવા પર કોઈ ઈમ્યુનિટી નહીં થાય. જે પ્રકારે અપરાધી વિરુદ્ધ કેસ ચાલે છે, તેવી જ રીતે તેમની વિરુદ્ધ પણ કેસ ચાલશે.