1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતઃ GSTની ટીમે નવ સ્થળો ઉપર દરોડા પાડીને શરૂ કરી તપાસ

સુરતઃ GSTની ટીમે નવ સ્થળો ઉપર દરોડા પાડીને શરૂ કરી તપાસ

0
Social Share
  • તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી
  • ચોપડે વેપારીઓએ ઓછુ વેચાણ દર્શાવ્યું
  • તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની ચોરી કરનારાઓ સામે તંત્રએ લાલઆંખ કરી છે અને જીએસટી ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરતમાં એસઆઈટીએ 9 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો. કોસ્મેટીક, ઈમિટેશન જ્વેલરી, મેકઅપ અને લેડીઝ ફુટવેરના વેપારીઓ ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં મોટી કરચોરી સામે આવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં સૌથી મનાતા ચૌટા બજાર અને તેના આસપાસના વિસ્તારમાં જીએસટીના અધિકારીઓએ નવ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. જે રીતે વેચાણ થતું થતું હતું તે રીતે ટેક્સ નહીં ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ચોપડે વેચામ ઓછુ બતાવીને વેપારઓએ ટેક્સ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. જીએસટીના અધિકારીઓએ વેપારીઓના ઘર અને વ્યવસાયના સ્થળે દરોડા પાડીને તપાસ કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સુરતમાં જીએસટીના મોટા પાયે દરોડાના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તપાસમાં કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જીએસટીએ ભાવનગરમાં સ્ક્રેપના વેપારીઓ ઉપર દરોડા પાડીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કરોડોની જીએસટીની ચોરી ઝડપાઈ હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code