1. Home
  2. ગુજરાતી
  3. ચીનમાં વસ્તીવૃદ્વિ દર સળંગ પાંચમાં વર્ષે ઘટ્યો, અર્થતંત્ર પર કટોકટીનો ખતરો
ચીનમાં વસ્તીવૃદ્વિ દર સળંગ પાંચમાં વર્ષે ઘટ્યો, અર્થતંત્ર પર કટોકટીનો ખતરો

ચીનમાં વસ્તીવૃદ્વિ દર સળંગ પાંચમાં વર્ષે ઘટ્યો, અર્થતંત્ર પર કટોકટીનો ખતરો

0
Social Share

નવી દિલ્હી: ચીનની વસ્તીમાં વધારાને બદલે ઘટાડો થઇ રહ્યો છે. તેની વસ્તીમાં માત્ર પાંચ લાખ લોકોની જ વૃદ્વિ થઇ છે જે અગાઉના વર્ષે 10 લાખથી વધારે હતી. આમ સળંગ પાંચમાં વર્ષે તેની વસ્તી સતત વધી છે. વિશ્વના બીજા નંબરના અર્થતંત્ર પર કટોકટીનો ખતરો તોળાઇ રહ્યો છે.

નેશનલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સ અનુસાર, વર્ષ 2021ના અંતે ચીનની મુખ્ય જમીનની વસ્તી વધીને 1.4216 અબજ થઇ હતી. જે વર્ષ 2020ના અંતે 1.4120 અબજ હતી.

ચીનની વસ્તી ૨૦૨૦ના 1.2 કરોડની તુલનાએ 48 લાખ  વધી છે, એમ એનબીએસના આંકડા જણાવે છે. આ આંકડામાં હોંગકોંગ અને મકાઉના રહેવાસીઓ, ચીનના વિવિધ પ્રાંતોમાં વસતા વિદેશીઓ, સ્વાયત્ત પ્રાંતો અને મ્યુનિસિપાલિટીઝનો સમાવેશ થતો નથી.

એનબીએસના આંકડા મુજબ વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળા દેશમાં આ વખતનો વસ્તીવધારો 1.062 કરોડનો હતો. તેમા જન્મદર દર હજારો 7.52નો હતો અને તેની સામે ગયા વર્ષે મૃત્યુદર દર હજારે 7.18નો હતો. આમ રાષ્ટ્રીય વૃદ્ધિદર 0.34નો છે.

ચીન ડેમોગ્રાફિક ટર્નિંગ પોઇન્ટના આરે છે. છેલ્લા 40 વર્ષથી ચીને સાધેલા આર્થિક વિકાસનો પાયો હચમચી જવાનો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, એમ હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે જણાવ્યું હતું.

આ પ્રકારની પરિસ્થિતિમાં કામકાજ કરનારા લોકો અને અવલંબિતો એટલે કે પેન્શનરોનો રેશિયો બદલાવવા માંડે છે. આની સીધી અસર અર્થતંત્ર પર પડે છે.

આજે જારી થયેલી વિગતોની સૌથી આંચકાજનક બાબત વસ્તીવૃદ્ધિ દર ઘટીને પ્રતિ હજારે 0.34 થયો છે. આ ડેટા ઉપલબ્ધ થવા લાગ્યો પછી વસ્તીવૃદ્ધિ દર પહેલી વખત શૂન્યથી નીચે ગયો છે. આનો સીધો અર્થ એમ થાય કે ચીનનો વસ્તીવૃદ્ધિ દર વધારે ઝડપથી ધીમો પડી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code