1. Home
  2. ગુજરાતી
  3. સુરેશ રૈનાએ જણાવ્યું IPL છોડવાનું કારણ- ટ્વિટ કરીને આપી જાણકારી
સુરેશ રૈનાએ જણાવ્યું IPL છોડવાનું કારણ- ટ્વિટ કરીને આપી જાણકારી

સુરેશ રૈનાએ જણાવ્યું IPL છોડવાનું કારણ- ટ્વિટ કરીને આપી જાણકારી

0
Social Share
  • સુરેશ રૈનાએ આખરે મૌન તોડ્યું
  • યુએઈથી પાછા ફરવાનું કારણ જણાવ્યું
  • દુ:ખદ ઘટના અંગે ટ્વિટર પર નિવેદન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના આજકાલ ચર્ચામાં છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ હાલમાં જ પોતાનું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 થી પાછું ખેંચી લીધું હતું અને યુએઈથી ભારત પરત ફર્યા હતા. રૈનાના ભારત પાછા ફરવાનું કારણ તેના સગાસંબંધીઓ સાથે દુ: ખદ ઘટના હોવાનું માનવામાં આવતું હતું જેમાં લૂંટારુઓએ તેના ફુવાની હત્યા કરી હતી, જ્યારે તેના ફોઈ અને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હવે આ અંગે સુરેશ રૈનાએ પોતાનું મૌન તોડ્યું છે. સુરેશ રૈનાએ ટ્વિટ કરીને કહ્યું  કે, સોમવારે તેમના એક પિતરાઇ ભાઇનું પણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના ફોઈની હાલત પણ ગંભીર છે. સુરેશ રૈનાએ પંજાબ પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

સુરેશ રૈનાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, પંજાબમાં મારા પરિવાર સાથે જે બન્યું તે ભયાનક હતું. મારા ફવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે મારા ફોઈ અને બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કમનસીબે મારા ભાઈનું પણ ગતરાત્રીએ મોત નિપજ્યું. મારા ફોઈ હજી પણ ખૂબ જ ગંભીર હાલતમાં જીવન રક્ષણ ઉપકરણો પર છે

રેનાએ આગળ લખ્યું છે કે, આજ રાત સુધી અમને ખબર નહોતી કે તે રાત્રે શું થયું અને કોણે કર્યું હતું. હું પંજાબ પોલીસને આ બાબતે તપાસ કરવા વિનંતી કરું છું, કે આ મામલાને જોવે. ઓછામાં ઓછું અમે એ જાણવાની આશા રાખી શકીએ છીએ કે આ કામ કોણે કર્યું. તે ગુનેગારોને ગુનો કરવા બદલ ન છોડવા જોઈએ.

રૈનાએ પોતાના ટ્વિટમાં પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી અમરિંદર સિંહને પણ ટેગ કર્યા છે. જો કે તેણે પોતાના ટ્વિટમાં આઈપીએલ છોડવા વિશે કંઇ લખ્યું નથી. 19 ઓગસ્ટની રાત્રે લૂંટારુઓએ પંજાબના પઠાણકોટ સ્થિત તેના ફઈ અને ફુવાના ઘરે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન લૂંટારુઓએ સુરેશ રૈનાના ફોઈ અને ફવાને તિક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હતી. 58 વર્ષના ફવા અશોક તરલનું તે જ રાત્રે નિધન થયું હતું. જ્યારે ફઈ હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે પરંતુ તેની હાલત નાજુક છે.

દેવાંશી-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code