માસ મીડિયા માં કોન્ટેન્ટ કન્ઝમ્પશનની ન્યૂ નોર્મલ પેટર્ન પર સર્વે, લોકો ઈન્ફોટેનમેન્ટ કોન્ટેન્ટ વધારે જોવાનું કરે છે પસંદ
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. મોટાભાગના સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર વિવિધ વીડિયો અને ન્યૂઝ કોન્ટેન્ટ લોકો વધારે પસંદ કરે છે. દરમિયાન અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા એનઆઈએમસીજેએ કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોવિડ બાદ છેલ્લા બે વર્ષના સમયગાળામાં 33 ટકા લોકો એન્ટરટેઈનેન્ટની સરખામણીએ ઈન્ફોટેનમેન્ટ કોન્ટેન્ટ વધુ જોવાનું પસંદ કરે છે.
દેશમાં કોરોના મહામારી બાદ લોકોમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. દરમિયાન માસ મીડિયામાં કોન્ટેન્ટ કન્ઝમ્પશનની ન્યૂ નોર્મલ પેટર્ન વિષય ઉપર અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) દ્વારા ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એનઆઈએમસીજેના ડાયરેક્ટર ડો. શિરીષ કાશીકર અને એસોસિએટ પ્રોફેસર ડો. શશિકાંત ભગતે રિસર્ચ કર્યું હતું. જેનો રિપોર્ટ કર્ણાટકના મણિપાલ ઈન્સ્ટિટૂય ઓફ કોમ્યુનિકેશનની કોન્ફરન્સમાં રજુ કરાયો હતો. તેમજ 11.4 ટકા GenZ, 41.4 ટકા GenX અને 47.2 ટકા મિલેનિયલ્સએ ફિડબેક શેર કર્યાં હતા. આ રિસર્ચમાં 23 ભાષા બોલતા લોકોને સામેલ કરવામાં આવ્યાં હતા.
સર્વે અનુસાર, છેલ્લા બે વર્ષના સમયગાળામાં માસ મીડિયા કોન્ટેન્ટ કન્ઝમ્પશન પેટર્ન બદલાયાનું 75.9 ટકા લોકોએ માન્યું હતું. 31 ટકા લોકોએ પોલિટિક્લ ન્યૂઝની જાણકારી રાખવાનું પસંદ કરે છે, 33 ટકા લોકો કોન્ટેન્ટ પર તેઓ પોતાના વ્યુ અને ઓપિનિયન આપી શકે તેને કન્ઝયુમ કરવાનું પસંદ કરે છે. મીડિયામાં ક્રેડિબિલિટીમાં પણ 70 ટકાથી વધારે લોકો પ્રિન્ટ મીડિયાને સૌથી વિશ્વનીય માધ્યમ માને છે. ઓટીટી કોન્ટેન્ટ કન્ઝમ્પશનની વાત કરીએ તો 47 ટકા લોકોની પ્રથમ પસંદ હિંદી કોન્ટેન્ટ છે જ્યારે42 ટકા લોકો અંગ્રેજી કોન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે. 33 ટકા લોકો એન્ટરટેઈનમેન્ટની સરખામણીએ ઈન્ફોટેનમેન્ટ કોન્ટેન્ટ નીહાળવાનું સૌથી વધારે પસંદ કરે છે.