રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહ અગે CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા, 69 ડેમ 100 ટકા ભરાયાં
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તા. 10ઓગસ્ટ-2022 સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું. રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-207 જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા 25,266 MCM છે તેની સામે અત્યાર સુધીમાં 17,395 MCM પાણી […]