Homeગુજરાતીગુજરાતઅમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી નજીક કાર પલટી જતાં દંપત્તીનું મોત

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી નજીક કાર પલટી જતાં દંપત્તીનું મોત

અમદાવાદ, 13 નવેમ્બર, 2026 : Couple dies after car overturns near Pipli on Ahmedabad-Dholera Express Highway રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો. અમદાવાદથી ભાવનગર જતા ધોલેરા સુધીના એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ પાસે પૂરફાટ ઝડપે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબ ગુમાવતા કાર પલટી ખાઈને હાઈવે સાઈડના ખાડામાં પડતા કારમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે 8 વર્ષીય બાળકી સહિત 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના જમાલપુર વિસ્તારનો મેમણ પરિવાર કાર લઈને અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન પીપળી ગામ પાસે કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં પતિ-પત્નીના મોત નીપજ્યા હતા, જ્યારે તેમની 8 વર્ષીય દીકરી સહિત 4 લોકો ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતમાં  કારમાં સવાર નઝીરહુસેન મેમણનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની આલ્ફીનાબેન મેમણને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચીને સારવાર મળે તે પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં જ 112 અને 108ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પીપળી, ધોલેરા અને ધંધુકા એમ કુલ 3 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં મૃતક દંપતીની 8 વર્ષની દીકરી ફાતિમાબેનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધોલેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img