સિંહો વિશેની જૂની માન્યતા ખોટી પડી: દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાટિક સિંહોનો 70 ટકા ખોરાક વન્યજીવો
ગાંધીનગર, 18 જુલાઈ 2026: ગાંધીનગર: સામાન્ય રીતે એવી માન્યતા છે કે જંગલની બહાર નીકળેલા સિંહો મુખ્યત્વે પાલતુ પશુઓનો શિકાર કરે છે, પરંતુ તાજેતરના એક સંશોધન અભ્યાસે આ ધારણાને ખોટી સાબિત કરી છે. ‘કન્ઝર્વેશન’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાટિક સિંહો પોતાના કુલ શિકાર (બાયોમાસ)ના 70 ટકા જેટલો હિસ્સો વન્યજીવોમાંથી મેળવે છે.શિકારનું પ્રમાણ […]


