લીમખેડા અને દેવગઢ બારીઆથી ગુમ થયેલા 8 બાળકોને પોલીસે શોધી કાઢીને પરિવારને સોંપ્યા
દાહોદઃ જિલ્લાના લીમખેડા તેમજ દેવગઢ બારીઆ વિસ્તારમાંથી મળી કુલ આઠ બાળકો ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવ અંગે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડાએ સુચના આપતા પોલીસે શોધખોળ અભિયાન આદરીને ગુમ થયેલા આઠેય બાળકોને દાહોદ, લીમખેડા, અને પાવાગઢમાંથી શોધા કાઢીને તેમના પરિવારને સુપરત કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા […]