1. Home
  2. Tag "accident"

મહારાષ્ટ્ર: દૂધનું ટેન્કર 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પાંચના મોત, ચાર ઘાયલ

ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી ટેન્કરની ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે તપાસ આરંભી મુંબઈઃ મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સર્જાઈ છે. કસારા ઘાટ નજીક પૂરઝડપે પસાર થતું દૂધ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ […]

વડોદરામાં લકઝરી બસ ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા પોલ તૂટી પડ્યો

ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન કારને બચાવવા જતાં બસ પોલ સાથે અથડાઈ, વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી વડોદરાઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નટુભાઈ સર્કલ નજીક સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે કારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ટ્રાફિકના સિગ્નલના […]

ઝારખંડના ચક્રધરપુર નજીક હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરતા 2 મોત, 50 ઘાયલ

નવી દિલ્હીઃ ઝારખંડના ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં મંગળવારે સવારે 4 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી. હાવડાથી મુંબઈ જતી 12810 મુંબઈ મેલને રાજખારસાવન-બડાબામ્બો સ્ટેશન વચ્ચે અકસ્માત નડ્યો. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે. રેલવેની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. […]

ઉવારસદ- પુન્દ્રાસણ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા એકનું મોત

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઉવારસદ-પુન્દ્રાસણા રોડ પર સર્જાયો હતો, ઉવારસદથી પુન્દ્રાસણ તરફ જતા રોડ ઉપર આવેલી ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બેને ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ બાદ ટ્રક ચાલક સામે પેથાપુર […]

બનાસકાંઠામાં અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવો ન્યા હતા પ્રથમ અકસ્માતનો બનાવ અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક એક ઇકો અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ ભારતમાલા હાઇવે પર પીલુડા માર્કેટ પાસે સ્કોર્પિયો કારના ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી ખાધી હતી. જો કે બન્ને અકસ્માતોના બનાવોમાં કોઈ જાનહાની […]

ગાંધીનગરના શેરથા ટોલનાકા નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શેરથા ટોલનાકા પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. શેરથા ટોલટેક્સ નજીક માતેલા સાંઢની માફક પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતાં ટ્રેકટર સવાર બે મિત્રો પૈકી એકનું ગંભીર ઈજાઓ […]

સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના હજીરા રોડ પર બન્યો હતો. હજીરા રોડ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પરચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતાં બસની પાછળ […]

પાટણ-રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત, 6 પ્રવાસી ઘવાયા

પાટણઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટણ-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકો ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાટણ-રાધનપુર હાઈવે પર ખારિયા પુલ પાસે આણંદથી […]

સુરતમાં નશામાં ધૂત નબીરાએ ઓડી કાર પૂરફાટ ઝડપે દોડાવીને 10 વાહનોને અડફેટે લીધા,

સુરતઃ શહેરના વેસુ કેનાલ રોડ પર ગત રાત્રે નશામાં ધૂત એક નબીરાએ ઓડીકારને બેફામ અને પુરફાટ ઝડપે દોડાવીને 10 જેટલાં વાહનોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં ત્રણ વાહનચાલકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ ઓડીચાલક નબીરો કાર સાથે જ ભાગી જતાં લોકોએ તેનો પીછો કર્યો હતો. દરમિયાન ઓડાકારના આગળના ટાયરમાં પંકચર પડી […]

બનાસકાંઠામાં ખારા પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ભાઈ-બહેનના મોત, એકને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધા રહ્યા છે. જેમાં ભાભરના ખારા ગામ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતના બનાવમાં ભાઈ-બહેને પોતાના જીવ ગુમાવ્યા હતા. લાખણી તાલુકાના વજેગઢથી ભાભરની નર્સિંગ કોલેજમાં બહેનનું ફોર્મ ભરવા બાઈક પર સવાર થઈને જતાં ત્રણ ભાઈ બહેનને ભાભરના ખારા ગામ પાસે ઇકો ચાલકે સામેથી ટક્કર મારતાં ભાઇ અને એક બહેનનું મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code