1. Home
  2. Tag "accused"

બરેલીમાં વેપારીના ઘરમાંથી લાખોની લૂંટઃ લૂંટારૂઓએ મહિલાઓનું સન્માન જાળવ્યું !

દિલ્હીઃ બરેલીના નવાબગંજના બરૌર ગામમાં સીમેન્ટ-સળીયાના વેપારી જલીસ અહેમદના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઘુસ્યાં હતા અને 15 લાખની રોકડ તથા પાંચ લાખના દાગીના અને એક કારની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે બપોરના સમયે કાર ફરીદપુર હાઈવે પરથી મળી આવી હતી. વેપારી પોતાના ખેતરમાં મકાન બનાવીને તેના ઉપરના માળમાં રહેતા હતા. જ્યારે […]

જેલમાં બંધ ગુનેગારનું કારનામુંઃ આરોપીએ ખંડણી ઉઘરાવી રૂ. 200 કરોડની સંપતિ કરી એકઠી

દિલ્હીઃ ઈડીએ રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં ચેન્નાઈમાં દરોડો પાડીને તપાસ કરીને બંગલો અને 16 મોંઘી મોટરકાર જપ્ત કરી હતી. આ તમામ સંપતિ તિહાડ જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે ખંડણીના મારફતે એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં તેની પત્ની લીના મારિયા પોલની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. લીના દક્ષિણ […]

ધર્માંતરણ રેકેટઃ કનાપુરના આઠ કટ્ટરપંથીઓ ઉમર ગૌતમના સતત સંપર્કમાં હતા

કાનપુરઃ ઉત્તરપ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુર સહિત અન્ય જિલ્લામાં લગભગ બે વર્ષથી ધમધમતા ધર્માંતરણનો પર્દાફાશ થયા બાદ એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. કાનપુરના આઠ કટ્ટરપંથીઓ પણ મહંમદ ઉમર ગૌતમ તથા ઈસ્લામિક દાવાહ સેન્ટરના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે. યુપી એટીએસએ ત્યાર સુધી કરેલી તપાસમાં આ આઠ કટ્ટરપંથીમાં બે-ત્રણ મૌલાના હોવાનું જાણવા મળે છે. કાનપુર […]

ધર્માંતરણ રેકેટઃ આરોપીઓ કોડવર્ડની ભાષામાં કરતા હતા વાતો

લખનૌઃ ઉત્તરપ્રદેશના ધર્માંતરણ રેકેટમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ સાત પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. હાલ આ કોડવર્ડને ડિકોડ કરીને તેનો મતલબ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, એક કોડ ‘કોમ કા કલંક’ હજુ સુધી પોલીસ સામે માથાનો દુઃખાવો બન્યો છે. તેમજ તેને સમજવાના પ્રયાસ કરી રહ્યાં છે. એક […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]

ધર્માંતરણની ઘટના: બંને આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને હિન્દુ યુવતીઓનો ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવતા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગરીબ હિન્દુ પરિવારની મહિલાઓ અને બાળકોને ધાકધમકી અને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનાવીને મુસ્લિમ બનાવતા બે મૌલવીની એટીએસે કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીઓ હિન્દુ યુવતીઓનો ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મુસ્લિમ યુવાનો સાથે નિકાહ કરાવતા હતા. એટલું જ નહીં ધર્માંતરણ અને લગ્નના જરૂરી દસ્તાવેજ ગેરકાયદે પણ તૈયાર કરાવતા હોવાનું ખુલ્યું છે. લો […]

ધર્મ પરિવર્તનની ઘટનાઃ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરતો સાધુ સમાજ

આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી 24 કલાકમાં જ ફાંસીની સજા આપવી જોઈએઃ સાધુ સમાજ લખનૌઃ યુપી એટીએસની ટીમે લખૈનામાં ધર્મ પરિવર્તન કરનારાના બે મૌલવીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન ધર્માંતરણના મામલે અયોધ્યાના સંતોએ આરોપીઓને સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો લાવવા માટે માંગણી કરી […]

ગોધરાકાંડનો મુખ્ય આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો, કોચને સળગાવવા પેટ્રોલની કરી હતી વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડમાં 19 વર્ષથી ફરાર મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુકને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવવા માટે રફીકે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે.   પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા રેલવે સ્ટેશન નજીક વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસ […]

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓને થતી સજામાં 17 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા અને લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓને થતી સજામાં 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2016માં રાજ્યમાં 23 ટકા આરોપીઓને ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ હતી જે વધીને વર્ષ 2020માં 17 ટકાના વધારા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code