1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી

પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી, પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર, સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે […]

અમદાવાદના S P રિંગ રોડ પર ડમ્પરની ટક્કર બાદ સ્કૂટરમાં આગ લાગી, ચાલકનું મોત

એક્ટિવાને અડફેટે લીધા બાદ ટાંકીમાંથી પેટ્રોલ લીક થતા આગ લાગી, એક્ટિવા અને ડમ્પરને આગે લપેટમાં લીધા, એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો અમદાવાદઃ શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક SP રિંગ રોડ પર સરદાર ધામ પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરની ટાંકીમાંથી લીક થયેલા પેટ્રોલને લીધે આગ લાગતા એક્ટિવા અને ડમ્પરમાં પણ આગ પ્રસરી […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે […]

અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢ લાખ પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે

અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી, અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ત્યારે 35 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રૂટ કાર્યરત થતાં 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અમદાવાદઃ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત […]

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ સમારંભમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ […]

અમદાવાદમાં ટ્રકમાલિક પાસે દિવાળી બોનસના 1000 લેવા જતા કોન્સ્ટેબલ પકડાયો

દિવાળી બોનસના નામે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો, એસપી રિંગ રોડ પર વાહનચાલકોને મેમો ન આપવા કોન્સ્ટેબલ લાંચ માગતો હતો, 1000 રૂપિયા ટ્રકમાલિકે આપ્યા તો વધારાના દીવાળી બોનસપેટે લાંચ માગી અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે ટ્રાફિકનો પોલીસ કોન્સ્ટેબલ દિવાળીના બોનસપેટે રૂપિયા 1000ની ટ્રકમાલિક પાસેથી લાંચ […]

અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ ન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે અમદાવાદમાં મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાસ કરીને પ્રોજેક્ટના મુખ્ય કેન્દ્રો – સાબરમતી હાઈ સ્પીડ રેલ (HSR) સ્ટેશન, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રોલિંગ સ્ટોક ડેપો પર ચાલી રહેલા કામકાજની સમીક્ષા કરી હતી. બુલેટ ટ્રેન કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન સાબરમતી ખાતે આકાર […]

અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે ચેકિંગ માટે AMCના અધિકારીઓને અપાયો આદેશ

મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે દર્દીઓ અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ થતા રહે છે, મ્યુનિના 15 અધિકારીઓને ચેકિંગની જવાબદારી સોંપાઈ, રાત્રે સ્ટાફની હાજરી સહિતની વિગતો તપાસીને રિપોર્ટ આપવો પડશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં રાતના સમયે દર્દીઓ કે દર્દીઓના સગાઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હોવાની ફરિયાદો ઉઠતા તેમજ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટીમાં કેટલાક કર્મચારીઓ ઊંઘી જવાની […]

અમદાવાદના માધૂપુરામાં નશાબાજ કારચાલકે અકસ્માત કરતા લોકોએ કારમાં તોડફોડ કરી

કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, લોકોના ટોળાંથી બચવા કારચાલક કાર સાથે સફળ બિલ્ડિંગમાં ઘૂંસી ગયો, ચાલક કાર મુકીને નાસી જતા લોકોએ કારમાં તોડફોડ કરી અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પિડમાં દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં રાતના સમયે કેટલાક વાહનચાલકો નશાની હાલતમાં અકસ્માતો કરતા હોય છે. ત્યારે શહેરના માધુપુરા વિસ્તારમાં ગતરાત્રિએ એક કારચાલકે નશાની […]

અમદાવાદમાં 12મી અને 13મી ઓક્ટોબરે શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

શહેરના બ્રિજો અને અન્ય સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાશે, સફાઈકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરાશે, AMC દ્વારા 27 કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે અમદાવાદઃ ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષ બાદ 2025ના વર્ષને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code