1. Home
  2. Tag "ai"

સંસ્થાકીય અને નીતિગત માળખું ભારતને AI જેવી ઉભરતી તકનીકો માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે: નાણાં મંત્રી

આગામી ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે સત્તાવાર પૂર્વ-સમિટ કાર્યક્રમ, “ભારત AI શક્તિ” માં, નાણામંત્રીએ કહ્યું કે ભારત એક ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં શાસન અને નીતિગત નિર્ણયો પહેલા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. “ઘણી બાબતો કાગળ પર રહી શકે છે, પરંતુ જ્યારે દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે […]

ડીપફેક અને AI આધારિત બાળ શોષણ સામે કાયદાની જરૂરઃ  સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી.નાગરત્ના

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, સમયની માંગ છે કે સક્ષમ સત્તાધિકારીઓ ડીપફેક અને કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત બાળ શોષણ સામે સ્પષ્ટ કાયદા બનાવે. તેઓ યુનિસેફ-ભારતના સહયોગથી સુપ્રીમ કોર્ટની કિશોર ન્યાય સમિતિ દ્વારા આયોજિત “બાળિકાઓની સુરક્ષા – ભારત માટે વધુ સુરક્ષિત અને સશક્ત વાતાવરણ તરફ” વિષયક રાષ્ટ્રીય વાર્ષિક ચર્ચાસત્રના સમાપન સમારોહને […]

નાગપુર પોલીસે એઆઈની મદદથી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલ્યો

મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે એઆઈ ટેકનોલોજીની મદદથી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલ્યો હતો અને બાઈકને ટક્કર મારીને ફરાર થઈ જનાર ટ્રક ચાલકને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. નાગપુરમાં એક ટ્રકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે […]

એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક, અભ્યાસમાં ખુલાસો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અનેક બાબતોમાં મનુષ્યને પાછળ છોડી રહ્યું છે, તેનું સ્થાન લઈ રહ્યું છે. ઓફિસમાં કર્મચારીઓથી લઈને સ્કૂલના શિક્ષકોનું સ્થાન એઆઈ પડાવી રહ્યું છે. જો કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણકારી મળી હતી કે મનુષ્યથી બહેતર રમૂજ એઆઈ નહિ કરી શકે. હવે એક નવા રિસર્ચમાં જણાવાયું છે કે એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક છે. […]

ભારતીય સેનાનું AI અને ‘સેન્સર-ટુ-શૂટર’ સિસ્ટમ સાથે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હીઃ ભવિષ્યના યુદ્ધના દૃશ્યોને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ પૂર્વ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારમાં ‘દિવ્ય દ્રષ્ટિ’ નામની એક અદ્યતન તકનીકી કવાયત હાથ ધરી હતી. આ ‘દિવ્ય દ્રષ્ટિ’ લશ્કરી કવાયતમાં, અદ્યતન તકનીકો, કૃત્રિમ બુદ્ધિ (AI), ડ્રોન અને ‘સેન્સર-ટુ-શૂટર’ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન, સેનાએ વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આધુનિક સિસ્ટમોની અસરકારકતાનું મૂલ્યાંકન કર્યું. […]

સુપ્રીમ કોર્ટમાં પણ એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ શરૂ કરાયો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) ટેકનોલોજીનો ઉપયોગ હવે ભારતના સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહ્યો છે. ન્યાયિક પ્રક્રિયાઓને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે કોર્ટમાં AIનો ઉપયોગ શરૂ થયો છે. AI નો ઉપયોગ મુખ્યત્વે મૌખિક દલીલો લખવા, કેસ ફાઇલ કરવા અને કાનૂની દસ્તાવેજોના અનુવાદમાં થઈ રહ્યો છે. ન્યાયિક નિર્ણયો લેવામાં તેનો ઉપયોગ થઈ રહ્યો […]

ભારતે ટેલિકોમ, AI અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો

નવી દિલ્હીઃ ભારતના સચિવ (ટેલિકોમ) એ યુકેના વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી વિભાગ (ડીએસઆઈટી) સાથે જોડાવા માટે યુનાઇટેડ કિંગડમની મુલાકાત લીધી હતી અને આગામી પેઢીના ટેલિકોમ્યુનિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં જોડાણ માટેની તકો શોધી હતી. જેથી આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. સેક્રેટરી (ટેલિકોમ)એ નેશનલ સાયન્ટિફિક એડવાઇઝર ક્રિસ જ્હોનસન અને ડીએસઆઇટીના […]

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખીને તે ઓપરેટ થાય એ પહેલાં બંધ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરના […]

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી

• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે • દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે • ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો. […]

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ચેટજીટીપીની મદદથી એક વ્યક્તિનો જીવ બચ્યો

જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ChatGPT એ વ્યાવસાયિકો અને કંપનીઓ માટે જીવન સરળ બનાવ્યું છે, ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે તેનાથી તેમનો જીવ બચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ચેટજીપીટીએ વર્કઆઉટ પછી ખરાબ સ્વાસ્થ્યને કારણે થતી ગંભીર અને જીવલેણ બીમારીની ઓળખ કરી. અનામી યુઝરે કહ્યું કે તેણે થોડા દિવસો પહેલા હળવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code