મુલાયમસિંહ યાદવ પરિવારમાં ભાગલાઃ પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તાજેતરમાં જ ભાજપના કેટલાક રાજકીય આગેવાનો રાજીનામું આપ્યા બાદ સપામાં જોડાયાં હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જો કે, હવે સમાજવાદી પાર્ટીને ભાજપે મોટો આંચકો આપ્યો છે. સપાના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ સપાની સાયકલની […]


