1. Home
  2. Tag "akhilesh yadav"

લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. પ્રગતિશીલ […]

CM યોગીએ ટ્વિટર પર રાહુલ ગાંધી-અખિલેશ યાદવને પાછળ છોડ્યા, 7 વર્ષમાં 21.5 મિલિયન ફોલોઅર્સ

લખનઉ:ચૂંટણી મેદાન હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યોગી આદિત્યનાથની ‘રફતાર’ સામે વિપક્ષો પાછળ પડી રહ્યા છે.આ વખતે યોગીએ ટ્વિટર પર લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.હાલમાં યોગી આદિત્યનાથના ટ્વિટર પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના 21.4 મિલિયન, પ્રિયંકા ગાંધીના 5 મિલિયન ફોલોઅર્સ છે.યોગી ટ્વિટર પર માત્ર 50 લોકોને, રાહુલ ગાંધીને 275, […]

ઉત્તરપ્રદેશઃ શિવપાલ યાદવના સૂર બદલાયા, CM યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલસિંહ યાદવ વચ્ચે સંબંધમાં ખટાશ આવી હોવાની કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. તેમણે સીએમ યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં હતા. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ EVMને લઈને અખિલેશ યાદવે ઉભા કર્યા સવાલો

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કારમી હારનો સામનો કરનાર સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષે EVM વિશે વાયરલ થયેલા ઓડિયો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે સંજ્ઞાન લઈને સુરક્ષા માંગી છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ઇવીએમ બદલવા વિશે થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.. […]

ભાજપનો ભ્રમ અને કપટ દૂર થઈ જશેઃ ઉત્તરપ્રદેશમાં પરાજય બાદ અખિલેશ યાદવે અંતે મૌન તોડ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું. જેમાં ઉત્તરપ્રદેશમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જો કે, 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે. પરિણામ જાહેર થયાના કલાકો બાદ આખરે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સુપ્રીમો અખિલેશ યાદવે મૌન તોડ્યું છે. તેમજ કહ્યું છે કે, […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ મતગણતરી કેન્દ્રો ઉપર સમાજવાદી પાર્ટી બે-બે વકીલો પણ તૈનાત રાખશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું તા. 10મી માર્ચના રોજ પરિણામ જાહેર થશે. મતગણતરીને લઈને સમાજવાદી પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટીએ મતગણતરી કેન્દ્રો ઉપર કાનૂની સલાહ માટે 2-2 વકીલ સાથે રાખવાનો નિર્ણય લીધો છે. સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલએ તમામ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોને નિર્દેશ કર્યાં છે. પાર્ટીના મતે મતગણતરી દરમિયાન કોઈ પણ કાનૂની સલાહ માટે […]

ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ 10મી માર્ચે મતગણતરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નવ જિલ્લાની 54 બેઠકો ઉપર મતદાન માટે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે સાંજના 5 કલાક સુધીમાં લગભગ 54.18 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ઉત્તરપ્રદેશમાં મતદાન પૂર્ણ થતા રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી 10મી […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો મહાલ જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયા બાદ સમાજવાદી પાર્ટીએ પણ ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ આપવાની સાથે 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનો વાયદો કર્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને જુની પેન્શન દેવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને વિવિધ વાયદા […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ અખિલેશ યાદવ પાસે રૂ. 17 કરોડથી વધુની સંપત્તિ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મેનપુરીની કરહલ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ રજૂ કર્યું છે. જે અનુસાર તેમની પાસે રૂ. 17 કરોડથી વધારેની સંપત્તિ છે. બેચલર ઓફ એન્જિનીયરિંગનો અભ્યાસ કરનારા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ ઉપર બેંકનું દેવુ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code