1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો મહાલ જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયા બાદ સમાજવાદી પાર્ટીએ પણ ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ આપવાની સાથે 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનો વાયદો કર્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને જુની પેન્શન દેવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને વિવિધ વાયદા કરવામાં આવ્યાં છે.

સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્રમાં જણાવ્યું છે કે, સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવામાં આવશે. પ્રજાને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે. નાના કારીગરોને દર વર્ષે 18 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે. ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારજનોને રૂ. 25 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. કામધેનુ યોજના ફરીથી ચાલુ કરાશે. 2027 સુધી ઉત્તરપ્રદેશમાં 100 ટકા સાક્ષર રાજ્ય બનાવવામાં આવે છે. શેરડી પકવતા ખેડૂતોને 15 દિવસમાં રકમ ચુકવવામાં આવશે. શહીદ ખેડૂતોના નામે સ્મારક બનાવાશે. બીપીએલ કાર્ડ ધારકોને દર વર્ષે બે ગેસ સિલેન્ડર ફ્રીમાં આપવામાં આવશે. સિનિયર સિટીજનોને દર વર્ષે 18 હજારનું પેન્શન આપવામાં આવશે. કન્યા વિદ્યાધન આપવામાં આવશે. ગરીબો માટે સમાજવાદી કેન્ટીન અને કિરાણા સ્ટોર ખોલવામાં આવશે. અસંગઠિત ક્ષેત્રના લોકોને પેન્શન અપાશે.  100 નંબર ડાયલ કર્યાના 15 મિનિટમાં રિસ્પોન્સ આપશે. આરોગ્ય કેન્દ્રોનું બજેટ ત્રણ ગણુ વધારાશે. ટુ-વ્હીલર ચાલકોને એક લીટર પેટ્રોલ મફતમાં આપવામાં આવશે. ગામીણ વિસ્તારમાં પેયજલની સુવિધાની સાથે વાઈફાઈની સુવિધા પુરી પાડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code