1. Home
  2. Tag "Alang"

અલંગમાં ફરીવાર મંદીની મોકાણ સર્જાઈ, હવે મહિને માત્ર ત્રણ જહાજ બીચ થાય છે

ભાવનગરઃ જિલ્લામાં રોજગારી આપતો એક માત્ર અલંગ શિપિંગ ઉદ્યોગ આવેલો છે. છેલ્લા કેટલાક મહિનાથી અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીની મોકાણ સર્જાઈ છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગે ભૂતકાળમાં પણ અનેક વખત મંદીનો સામનો કર્યો છે. હવે જહાજ ભાંગવાનો ઉદ્યોગ ખુદ ભંગાઇ રહ્યો છે. અલંગના શીપ બ્રેકિંગ વ્યવસાયમાં ચાલુ નાણાકીય વર્ષમાં ફેલાયેલી સંકટની પરિસ્થિતિ સતત આગળ ધપી […]

ડોલરનું મૂલ્ય વધતા અને સ્ક્રેપના ભાવમાં ઘટાડો થતાં અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

ભાવનગરઃ  જિલ્લામાં રોજગારી અને આર્થિક બાબતો ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ફરી મંદીનું ગ્રહણ નડી રહ્યું છે. અલંગના ઉદ્યોગકારોના કહેવા મુજબ વધતા જતા ડોલરના મુલ્ય, ઘટતા જતા સ્ક્રેપના ભાવ, ઘટતી જતી સ્ક્રેપની માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઓછી ઉપલબ્ધિ સહિતના અનેક કારણોને લીધે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શિપબ્રેકિંગમાં અગાઉની સરખામણીએ 50 ટકા ઉત્પાદન પણ ઘટી […]

અલંગમાં હવે વધુ યુરોપિયન જહાંજોને બ્રેકિંગ માટે લાવવા નીતિમાં ફેરફાર કરાશે

ભાવનગરઃ જિલ્લાનો એક માત્ર મોટો ઉદ્યોગ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે. આ જહાંજવાડામાં વધુને વધુ જહાજો ભંગાવવા માટે આવે તે માટે ઉદ્યોગકારો નીતિમાં ફેરફાર કરી રહ્યા છે. ખાસ કરીને યુરોપીયન દેશોના જહાંજો ભાંગવા માટે ઓછા આવે છે, કારણ કે તેના નિયમો પાળવા પડે છે, હવે વધુ યુરોપિયન જહાંજો ભંગાવવા માટે આવે તે માટે યુરોપીયન યુનિયનના […]

અલંગ તરફ આવી રહેલા બે જહાજ સાથે સંદેશાનો સંપર્ક ન થતાં એજન્સીઓ સતર્ક બની અને અંતે….

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. અને દુશ્મન દેશ પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક હોવાથી મરીન પોલીસ ઉપરાંત કોસ્ટગાર્ડને પણ સતત એલર્ટ પર રાખવામાં આવે છે, તાજેતમાં અલંગ શિપ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલા બે જહાજોની કોમ્યુનિકેશનની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. દરમિયાન રડાર દ્વારા જહાજનો સંપર્ક કરવા છતાં કોઈ જ જવાબ ન મળતા […]

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં માત્ર જહાંજ નહીં પણ ઓઈલ રિંગ પણ ભંગાણ માટે આવી

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ અવનવા જહાજો ભાંગવા માટે આવી પહોંચતા હોય છે. આ શ્રેણીમાં માત્ર 8 વર્ષ જૂની ઓઇલ રિગ અલંગમાં ભંગાણ માટે આવી પહોંચી છે. અગાઉ ચાલુ માસમાં વધુ એક નવી ઓઇલ રિગ પણ અલંગમાં આવી હતી. અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ તેજીમાં છે. ભંગાણ માટે જહાજો આવી રહ્યા છે. જેમાં પ્લોટ નં.81-એમ […]

અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી, ભંગાણ માટે વધુ 22 જહાજો લાંગરશે

ભાવનગરઃ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત 1983માં થઈ હતી. અને, ત્યારથી અત્યાર સુધી શિપ બ્રેકિંગ ઉદ્યોગે અનેક  તડકા છાયડાનો સામનો કરતો આવ્યું છે. વર્ષ 2021માં અલંગમાં આવતા જહાજોનો પ્રવાહ અગાઉના વર્ષોની સરખામણીએ બંધ હતો, પરંતુ વિક્રમ સંવત 2078 અલંગ માટે જળહળતું રહેવાની સંભાવના છે. અને, નવેમ્બર માસમાં 22 જહાજો અલંગના દરિયાકાંઠે ભંગાણ અર્થે આવી પહોંચશે. […]

અલંગના શિપ રિસાયક્લિંગના આધુનિકરણ માટે સિંગાપુર અને જર્મની સાથે જોડાણ કરાયું

ભાવનગરઃ જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપતા અલંગનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. જેમાં  શિપ રીસાયકલિંગ સેન્ટરોમાં ગ્રીન શિપ રીસાયકલિંગ અને સલામત-પર્યાવરણને અનુકુળ શિપબ્રેકિંગને વિકસાવવા માટે સિંગાપુર અને જર્મની દ્વારા જોડાણ કરવામાં આવ્યુ છે. જર્મનીની જીએસઆર દ્વારા વર્ષ-2015માં હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબનો શિપબ્રેકિંગ પ્લોટ નં.19 અપગ્રેડ કરવામાં ખૂબ જ મદદ કરી હતી અને તે વર્ષે જ […]

અલંગ પહોંચેલા જહાંજના મહિલા કેપ્ટન સોફિયાએ કહ્યું, અલંગના દરિયા જેવો કરન્ટ ક્યાંય અનુભવ્યો નથી

ભાવનગરઃ દુનિયાભરના જહાજોને ભાંગવાનું કામ કરતા અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને અલંગ પહોંચી હતી. અલંગના 38 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લેડી કેપ્ટન જોવા મળી છે. 9મી સપ્ટેમ્બરનો દિવસ અલંગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.  કારણ કે આ દિવસે એક મહિલા જહાજ હંકારીને તેને અલંગના કિનારે લઈ આવી હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થાપના વર્ષ 1983માં […]

અલંગમાં ટ્રક-ટ્રાન્સપોર્ટર્સની હડતાળનો અંત આવતા યાર્ડ ફરી ધમધમવા લાગ્યું

ભાવનગરઃ જિલ્લાના શીપ બ્રેકિંગ યાર્ડમાંથી ટ્રકમાં ભરવામાં આવતા માલ-સામાનની મજુરીના મુદ્દે ટ્રક-ટ્રાન્સપોર્ટરો, શીપ બ્રેકર્સ, અને રિ-રોલીંગમિલોના સંચાવકો વચ્ચે વૈમનસ્ય સર્જાતા ટ્રક ઓપરેટરોએ હડતાળ પાડી હતી. તેના લીધે શીપ યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો હતો. આખરે સમાધાન થતા ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવેલી હડતાલનો સુખદ અંત આવ્યો હતો. ભાવનગર સૌરાષ્ટ્ર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ તમામ […]

અલંગ શીપયાર્ડમાં ટ્રક ઓપરેટરોની હડતાળ સમેટાશે, એસોએ લેખિતમાં બાંયધરી માગી

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા ઉઘરાવવામાં આવતા રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ હટાવવા માટે અને ટ્રક ભાડા વધારવા માટે ચલાવવામાં આવી રહેલી લડતમાં નવો વળાંક આવ્યો છે. શિપબ્રેકરોએ લોડિંગ ચાર્જ હટાવી અને જૂની સીસ્ટમ પ્રમાણે કામગીરી કરવાની મૌખિક સહમતી આપી છે, પરંતુ રી-રોલિંગ મિલ એસો. અને ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. લેટરહેડ પર લેખિતમાં લોડિંગ ચાર્જ હટાવાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code