1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અલંગ પહોંચેલા જહાંજના મહિલા કેપ્ટન સોફિયાએ કહ્યું, અલંગના દરિયા જેવો કરન્ટ ક્યાંય અનુભવ્યો નથી
અલંગ પહોંચેલા જહાંજના મહિલા કેપ્ટન સોફિયાએ કહ્યું, અલંગના દરિયા જેવો કરન્ટ ક્યાંય અનુભવ્યો નથી

અલંગ પહોંચેલા જહાંજના મહિલા કેપ્ટન સોફિયાએ કહ્યું, અલંગના દરિયા જેવો કરન્ટ ક્યાંય અનુભવ્યો નથી

0
Social Share

ભાવનગરઃ દુનિયાભરના જહાજોને ભાંગવાનું કામ કરતા અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને અલંગ પહોંચી હતી. અલંગના 38 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લેડી કેપ્ટન જોવા મળી છે. 9મી સપ્ટેમ્બરનો દિવસ અલંગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.  કારણ કે આ દિવસે એક મહિલા જહાજ હંકારીને તેને અલંગના કિનારે લઈ આવી હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થાપના વર્ષ 1983માં થઇ હતી, ત્યારથી લઇને અત્યારસુધીમાં 38 વર્ષમાં 8351 જહાજ ભાંગવા માટે અહીં આવી ચૂક્યા છે, પરંતુ કોઇ મહિલા કેપ્ટન જહાજ લઇને આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. સ્વીનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્કે અલંગનો ઈતિહાસ બદલ્યો છે.

અલંગ શીપબ્રેકિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ જહાજમાં મહિલા કેપ્ટન ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઈને અલંગ પહોંચી હતી. આ જહાજ અલંગના પ્લોટ નંબર 63 માં લઈને સોફિયા પહોંચ્યા હતા.  સોફિયા છેલ્લા 22 વર્ષથી જહાજ પરિવહન સાથે સંકળાયેલા છે. તેઓ પહેલીવાર જહાજ લઈને અલંગ પહોંચ્યા હતા.

અલંગના દરિયા વિશેના પોતાના અનુભવ વિશે તેમણે કહ્યું કે, મારા 22 વર્ષના કરિયરમાં મેં ક્યાંય અલંગના દરિયા જેવો કરન્ટ અનુભવ્યો નથી. અહીં જહાજનું એન્કર નાંખવુ અને તેને ફરીથી ઉપાડવુ જોખમી છે. પરંતુ અહી સુધીનો મારો અનુભવ બહુ જ સારો રહ્યો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિશ્વમાં જહાજ પર કામ કરતી મહિલાઓનું પ્રમાણ બહુ ઓછુ છે. તેમાં પણ લેડી કેપ્ટન માત્ર 2 ટકા છે. જહાજ પર કરિયર બનાવવા વિશે સોફિયાએ કહ્યું કે, જહાજના કેપ્ટન બનવા માટે તમારે મગજ અને હ્રદયથી સ્ટ્રોન્ગ હોવું જરૂરી છે. લોકો શું કહે છે તે બાબતોને અવગણતા આવડવું જોઇએ. જહાજ ઉપર ક્રૂ મેમ્બરો એક નાની સોસાયટીની જેમ રહે છે, મહિનાઓ સુધી પાણીમાં રહેવું પડે છે. છતા એક સેઇલર દરિયામાં ઉઠી રહેલા મોજાને પ્રેમ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code