1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અલંગમાં હવે વધુ યુરોપિયન જહાંજોને બ્રેકિંગ માટે લાવવા નીતિમાં ફેરફાર કરાશે
અલંગમાં હવે વધુ યુરોપિયન જહાંજોને બ્રેકિંગ માટે લાવવા નીતિમાં ફેરફાર કરાશે

અલંગમાં હવે વધુ યુરોપિયન જહાંજોને બ્રેકિંગ માટે લાવવા નીતિમાં ફેરફાર કરાશે

0
Social Share

ભાવનગરઃ જિલ્લાનો એક માત્ર મોટો ઉદ્યોગ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે. આ જહાંજવાડામાં વધુને વધુ જહાજો ભંગાવવા માટે આવે તે માટે ઉદ્યોગકારો નીતિમાં ફેરફાર કરી રહ્યા છે. ખાસ કરીને યુરોપીયન દેશોના જહાંજો ભાંગવા માટે ઓછા આવે છે, કારણ કે તેના નિયમો પાળવા પડે છે, હવે વધુ યુરોપિયન જહાંજો ભંગાવવા માટે આવે તે માટે યુરોપીયન યુનિયનના પણ કેટલાક પ્રતિનિધિઓ સાથે શીપ બ્રેકિંગ એસોના પ્રતિનિધિઓએ વાટાઘાટો કરી છે. એક બે શીપ બ્રેકરોએ મોટાં પ્લોટ રચીને યુરોપીયન સ્ટાન્ડર્ડને અપનાવવા જેટલું માળખું તૈયાર કરી લીધું છે

સૂત્રોના જણાવ્યા મુજબ એશિયાના સૌથી મોટાં જહાજવાડા અલંગમાં શીપની સંખ્યા ઘટી જવાને લીધે હવે શીપબ્રેકરો યુરોપીયન જહાજો ભાંગી શકાય તે માટે સજ્જ થઇ રહ્યા છે. જોખમી કચરા અંગેના યુરોપીયન યુનિયનના નિયમોને એ માટે પાળવા પડે એમ છે અને તે માટે મોટી સાઇઝના પ્લોટની પણ આવશ્યકતા રહેતી હોય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં ભાંગવા માટે જતા જહાજોમાંથી 30 ટકા જેટલા જહાજો યુરોપીયન હોય છે. જો અલંગમાં યુરોપીયન નિયમોનું પાલન કરવામાં આવે તો વર્ષે ત્યાંના 80થી 100 જેટલા જહાજો ખેંચી લાવી શકાય તેમ છે. અલંગમાં 2021-22 દરમિયાન પાછલા દાયકાનો સૌથી ઓછો 14.11 એલડીટી જેટલો પુરવઠો આવ્યો છે. એ પછી યુરોપીયન મુદ્દે સઘન ચર્ચા શરૂ થઇ છે. કોરોના અને બીજા દેશો સાથેની હરિફાઇને લીધે અલંગ આવનારા જહાજોની સંખ્યા ઘટી છે.
અલંગના એક શીપબ્રેકર જણાવ્યું હતું કે, ગયા વર્ષે શીપનો ભાવ ટને 280 ડોલર હતો.જે 670 ડોલર પ્રતિ ટન સુધી ઉંચકાઇ ગયો છે. સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે અને રૂપિયાનું મૂલ્ય પણ ખૂબ જ નીચે જતા જહાજોમાં પોસાણ નથી. અલંગમાં હાલની તકે ફક્ત પેસેન્જર જહાજો આવે છે. કન્ટેઇનર જહાજો ઉંચા ફ્રેઇટને લીધે આવતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવ ઉંચા છે અને એ કારણે ટેન્કરો ભાંગવા માટે આવતા નથી. અનેક જહાજો યુધ્ધને લીધે કાળા સમુદ્રના રૂટથી આવી શકતા નથી એટલે પણ મુશ્કેલી પડી રહી છે. યુરોપીયન સ્ટાન્ડર્ડ અપનાવવા માટે અલંગ અને શીપીંગ મંત્રાલય બન્ને પ્રયત્નો કરી રહ્યા છે. યુરોપીયન યુનિયનના પણ કેટલાક પ્રતિનિધિઓ સાથે પણ વાટાઘાટો થઇ છે. એક બે શીપ બ્રેકરોએ મોટાં પ્લોટ રચીને યુરોપીયન સ્ટાન્ડર્ડને અપનાવવા જેટલું માળખું તૈયાર કરી લીધું છે. જોકે મોટો વર્ગ આ માટે તૈયાર થાય એ પછી યુરોપના જહાજો આવી શકશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code