1. Home
  2. Tag "amreli"

ધારીના ખીચા ગામે 13 વર્ષના સાગરનું વજન 140 કિલો, સાત રોટલાનું ભોજન છતાં ભૂખ્યો જ રહે છે !

અમરેલીઃ  જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામે સુમો બેબીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખીચા ગામમાં આર્થિક રીતે નબળા પરિવારનો 13 વર્ષના દીકરા સાગરનું વજન 140 કિલો છે. તે દિવસમાં 7 જેટલા રોટલા આરોગી જાય છે અને તેને હલન-ચલનમાં પણ મુશ્કેલી પડે છે. પરિવાર આર્થિક રીતે નબળો હોય તેમણે બાળકનું વજન ઘટાડવામાં સરકાર પાસે મદદ માગી છે. […]

ગુજરાતમાં વરસાદની આગાહીઃ અમરેલી સહિત 16 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ : રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થયા બાદ મેઘરાજાએ વલસાડથી ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે આવતીકાલે અને પરમદિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. દરમિયાન આજે અમરેલી જિલ્લામાં […]

અમરેલી અને ભાવનગરના વાવાઝોડા અસરગ્રસ્તોની મદદે સુરતવાસીઓ આવ્યા

અમદાવાદઃ તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાની થઈ હતી. જેમાં અમરેલી-ભાવનગરના હિપાવડલી, મોટા અગરિયા અને જેસર ગામના અસરગ્રસ્ત લોકોની હાલત કફોડી બની ગઈ હતી. લોકો રાહત સામગ્રીની આશામાં જીવન જીવવાની રાહ જોવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ વીજળી પુરવઠો ખોરવાતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી પડી છે. ત્યારે સુરતમાં […]

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા,રાજુલા અને જાફરાબાદ સિવાય વીજ પુરવઠો પૂર્વવત થયો

અમરેલીઃ વિનાશક તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ કામગીરી માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ તાલુકાના ફક્ત ૨૦ જેટલા […]

અમરેલીમાં વાવાઝોડામાં બંધ થયેલા 331 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયાં

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ 331 રસ્તાઓ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કે અન્ય કારણોસર બંધ હાલતમાં હતા જે માત્ર ગણતરીના દિવસોમાં 100 ટકા ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક જણાવ્યું હતું કે, સમગ્ર અમરેલી જિલ્લામાં રોડ રસ્તાની બાબતમાં વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. પરંતુ વાવાઝોડાના માત્ર […]

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળ બંબાકારની સ્થિતિઃ ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાને લીધે  અમરેલી જિલ્લામાં સારૂએવું નુકશાન થયુ છે. ભારે વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તાઉ-તે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં ભારે નુકશાન કર્યું છે. હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાવાઝોડાને લીધે ધોધમાર વરસાદ પડતા […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]

વિશ્વમાં કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતનું એકમાત્ર ગામ જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી

ગુજરાતમાં આવેલું એક ગામ કે જ્યાં હજુ પણ કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં છેલ્લા 1 વર્ષથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અહીંયા રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે નવી દિલ્હી: એક તરફ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યમાં દૈનિક ધોરણે નોંધાતા કેસ રોકેટ ગતિએ વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code