અમૃતસર ગ્રેનેડ હુમલાનો મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ
અમૃતસર : પંજાબના અમૃતસર જિલ્લામાં એક મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલાના આરોપીને સોમવારે પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, કમિશનરેટ પોલીસ અમૃતસરએ અમૃતસરના ખંડવાલામાં ઠાકુરના મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલા માટે જવાબદાર વ્યક્તિઓને નિશ્ચિતપણે શોધી […]