અંકલેશ્વર :CBI એ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનર બંનેની રૂ. 75,000 ની લાંચ લેતા ધરપકડ કરી
અંકલેશ્વર:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGST, અંકલેશ્વર (ગુજરાત)ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સહાયક કમિશનરની રૂ. 75,000 ની કથિત લાંચમાં ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000 ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત […]


