હવાઈ નિરિક્ષણ બાદ PM મોદીએ 1000 કરોડના રાહત પેકેજની કરી જાહેરાતઃ મૃતકોના પરિવારને 2-2 લાખ સહાય અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુકશાનીની જાત માહિતી મેળવવા માટે આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન દિલ્હીથી હવાઈ માર્ગે સીધા ભાવનગર આવીને ત્રણ જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ બાદ વડાપ્રધાન […]


