Homeગુજરાતીખોરાકથાયરોઇડના દર્દીઓ વજન ઘટાડવાના ચક્કરમાં ન કરે આ મોટી ભૂલ: ભૂખ્યા રહેવાથી...

થાયરોઇડના દર્દીઓ વજન ઘટાડવાના ચક્કરમાં ન કરે આ મોટી ભૂલ: ભૂખ્યા રહેવાથી વધી શકે છે વજન

આજની ભાગદોડ ભરી જિંદગી અને અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે થાયરોઇડ એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગયું છે. જ્યારે કોઈ વ્યક્તિને થાયરોઇડ ડિટેક્ટ થાય છે, ત્યારે સૌથી મોટી ચિંતા ઝડપથી વધતા વજનની હોય છે. વજન ઘટાડવાની ઉતાવળમાં ઘણા લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અથવા સવારનો નાસ્તો સ્કીપ કરી દે છે. મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર, થાયરોઇડમાં ભૂખ્યા રહેવું એ તમારી મુશ્કેલીઓ ઘટાડવાને બદલે અનેક ગણી વધારી શકે છે. આ બીમારીને નિયંત્રિત કરવા માટે ભૂખ્યા રહેવાની નહીં, પરંતુ એક સાચી અને શિસ્તબદ્ધ દિનચર્યાની જરૂર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સવારના રૂટીનમાં માત્ર ૩ સરળ ફેરફાર કરીને થાયરોઇડની પરેશાનીઓથી ઘણે અંશે રાહત મેળવી શકાય છે.

  • ખાલી પેટે સાચા સમયે લો થાયરોઇડની દવા

થાયરોઇડના દર્દીઓ માટે સવારની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સ્ટેપથી થાય છે અને તે છે ડૉક્ટરે આપેલી થાયરોઇડની ગોળી.

શું કરવું: સવારે સોકર ઊઠ્યા પછી સૌથી પહેલાં નિયમિત દવા લો. તેને હંમેશા સામાન્ય પાણી સાથે જ લેવી જોઈએ.
કેમ જરૂરી છે: ઘણા લોકો દવા લીધા પછી તરત જ ચા-કોફી પી લે છે અથવા નાસ્તો કરી લે છે, જે મોટી ભૂલ છે. દવા લીધા પછી ઓછામાં ઓછી ૩૦ થી ૪૫ મિનિટ સુધી કશું જ ખાવું-પીવું જોઈએ નહીં. આનાથી શરીર દવાનું શોષણ સારી રીતે કરી શકે છે અને થાયરોઇડ હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે.

  • ‘હેલ્ધી બ્રેકફાસ્ટ’ થી કરો દિવસની શરૂઆત

વજન વધવાના ડરથી સવારનો નાસ્તો છોડવો ભારે પડી શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો, ત્યારે તમારો મેટાબોલિઝમ (પાચન દર) વધુ ધીમો પડી જાય છે, જેના લીધે વજન ઘટવાને બદલે ઝડપથી વધવા લાગે છે અને શરીરમાં થાક તથા નબળાઈ અનુભવાય છે.

કેવો હોવો જોઈએ નાસ્તો: સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. નાસ્તામાં મગ દાળના ચીલા, વેજીટેબલ પોહા, બાફેલા ઈંડા, ઓટ્સ કે દલિયા ઉત્તમ ઓપ્શન છે.
શેનાથી બચવું: સવારે વધુ પડતી મીઠી વસ્તુઓ, મેદો, સોયા પ્રોડક્ટ્સ કે પેકેટ બંધ ફૂડ ખાવાનું ટાળો. નાસ્તો પેટ ભરીને કરવો જેથી આખો દિવસ એનર્જી જળવાઈ રહે.

  • સવારનો કુણો તડકો અને 20 મિનિટનો યોગ કે વૉક

થાયરોઇડની સમસ્યામાં શારીરિક પ્રવૃત્તિ સંજીવની બૂટી સમાન કામ કરે છે. સવારના સમયે તમારા શરીર માટે થોડો સમય ચોક્કસ ફાળવો.

શું કરવું: સવારના હળવા તડકામાં 15 થી 20 મિનિટ ઝડપી પગલે ચાલો અથવા થાયરોઇડ માટે ફાયદાકારક યોગાસન જેમ કે ઉજ્જાયી પ્રાણાયામ, સર્વાંગાસન અથવા મત્સયાસન કરો.
તેના ફાયદા: સવારના તડકામાંથી શરીરને કુદરતી વિટામિન-ડી મળશે, જે થાયરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે અનિવાર્ય છે. એક્સરસાઇઝ કરવાથી સુસ્ત પડેલું મેટાબોલિઝમ બૂસ્ટ થશે, જે વજન કંટ્રોલ કરવા અને કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) નું લેવલ ઘટાડવામાં મદદ કરે છે.

સંબંધિત લેખો

Most Popular