1. Home
  2. Tag "Arrested"

દિલ્હી દારુ કૌભાંડ સાથેના સંબંધિત કેસમાં એક ઉદ્યોગપતિની EDએ ધરપકડ કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈની દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં દિલ્હીથી ધરપકડ કરી છે. તેમની તપાસનીશ એજન્સીએ પૂછપરછ આરંભી છે, તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સીબીઆઈએ તાજેતરમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સાત […]

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને ઈમરાનખાનના સમર્થક શેખ રશીદની ધરપકડ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ મુરી મોટરવે પરથી થઈ હતી. શેખ રશીદની સાથે તેના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદે દાવો કર્યો હતો કે, રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશિદ અવામી મુસ્લિમ લીગના વડા છે, તેમજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ […]

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાર કાશ્મીરી યુવાનો શંકાસ્પદ હાલતમાં ફરતા પકડાયા

અમદાવાદઃ  શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આવતી કાલે ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ રમાશે. મેચને લીધે પોલીસે બંદોબસ્ત સઘન બનાવ્યો છે. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે  ચાર કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. આ કશ્મીરી યુવકોની શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાયત કરવામાં આવી છે. આ યુવકોની સ્ટેડિયમ પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. કોઈ ગુનાહિત પ્રવૃત્તિને […]

ચાઈનીઝ દોરી મામલે પોલીસની આકરી કાર્યવાહી, વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં પ્રતિબંધિત ચાઈનીઝ ચોરીનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન તાજેતરમાં ચાઈનીઝ દોરી વાગવાથી સુરત અને વડોદરામાં બે યુવાનોના મોત થયાં હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત […]

સુરતઃ ભારતીય સેનાની જાસુસી કરતા આઈએસઆઈના જાસુસની ધરપકડ

અમદાવાદઃ ભારતમાં સૈન્યની જાસુસી માટે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ વધારે સક્રીય બન્યું છે. તેમજ દેશના વિવિધ વિસ્તારમાં જાસુસ ઉભા કરી રહ્યાં છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ જાસુસીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પોલીસે સુરતમાંથી આઈએસઆઈના જાસુસને ઝડપી લઈને તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

દૂધ સાગર ડેરીના નાણાકિય કૌભાંડના કેસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધારીની ધરપકડ

ગાંધીનગરઃ  મહેસાણીની દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાના એન્ટી કરપ્શન બ્યુરોમાં  દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ […]

પશ્ચિમ બંગાળઃ અલ કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ એસટીએફએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સાસનના ખરીબારી વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર બંને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા. તેની યોજનાની જાણ થતાની જ સાથે જ STFએ તેમને […]

ગુજરાતઃ કોમી તોફાનો અંગે ખોટા દસ્તાવેજના કેસમાં પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી તોફાનોને લઈને બોગસ દસ્તાવેજ અને ફંડની હેરાફેરીમાં પોલીસે અગાઉ કહેવાતી સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમારની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટના આધારે બનાસકાંઠાની જેલમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2002 […]

ઝારખંડઃ મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીની હથિયાર સાથે ધરપકડ

નવી દિલ્હીઃ ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ પોલીસ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પલામુ જિલ્લા હેઠળના મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના બેટાપથર ગામમાં, પોલીસે અંડરગ્રાઉન્ડ નક્સલવાદી સંગઠન ‘થર્ડ કોન્ફરન્સ પ્રેઝન્ટેશન કમિટી’ (TSPC) ના સ્વયંભૂ એરિયા કમાન્ડર રાજકુમાર ગંઝૂની હથિયાર સાથે ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, રાજકુમાર ગંઝુ ઉર્ફે ગીરેન્દ્ર ઉર્ફે નીતીશને છેલ્લા […]

શોર્ટકટમાં પૈસા બનાવવાની લાલચમાં ચાની કિટલી છોડીને MD ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી, અંતે પકડાયા

અમદાવાદ: શોર્ટકટ અપનાવીને પૈસાદાર થવાનું બે યુવાનોને ભારે પડી ગયું છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચાલાવતા બે યુવાનોએ વધુ રૂપિયા મેળવવાની લાલચમાં એમડી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી, પોલીસે બન્ને યુવાનોને દબોચી લઈને 42 લાખ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code